ઓપરેશન ટાઈગરથી ઉદ્ધવ ઠાકરે ડર્યા, પોતાના નેતાઓને પાર્ટીમાં જવા લગાવી રોક…

મંબઇઃ એકનાથ શિંદેની શિવસેનાના નેતાઓ છેલ્લા થોડા સમયથી ઑપરેશન ટાઇગર વિશે વાત કરી રહ્યા છે. એવામાં એનસીપીના શરદ પવારે દિલ્હી જઇ એકનાથ શિંદેને મહાદજી શિંદે ગૌરવ પુરસ્કાર આપ્યો હતો. આનાથી ઉદ્ધવ ઠાકરે નારાજ છે. બહુ બોલા સંજય રાઉતે તો એવું કહી દીધું હતું કે આવા પુરસ્કારો ખરીદવામાં આવતા હોય છે. ઉદ્ધવ ઠાકરે સેના અને શરદ પવાર વચ્ચેનો ટકરાવ હજી ખતમ નહોતો થયો ત્યાં તો હવે ઉદ્ધવ સેનાએ સાંસદો માટે એડવાઇઝરી જારી કરી દીધી છે.
Also read : કોસ્ટલ રોડ પર રેસિંગ, ધ્વનિ પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા વિશેષ ઝુંબેશ
ઉદ્ધવ ઠાકરે જૂથના કેટલાક સાંસદો એકનાથ શિંદેજૂથના નેતાઓ સાથે સતત સંપર્કમાં હા. આ અંગે ઉદ્ધ ઠાકરે સેના ઘણી ચિંતિત હતી. હવે તેમણે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને તેમના સાંસદોને એકનાથ શિંદે જૂથના નેતાઓને વારંવાર નહીં મળવાની સલાહ આપી હતી. આદિત્ય ઠાકરેએ તેમના સાંસદોને આવી સલાહ આપી છે.
એવા અહેવાલો હતા કે ઘણા સાંસદો શિંદે અને તેમના જૂથના નેતાઓને મળ્યા હતા. ઉદ્ધવ જૂથના નેતાઓને લાગે છે કે સત્તાની નજીક જવા માટે એકનાથ શિંદે સાથએ જવું યોગ્ય છે. પોતાના સાંસદોની મનશા ઠાકરે કળી ગયા છે અને તેમણે તેમના પર રોક લગાવી દીધી છે. આદિત્ય ઠાકરેએ જણાવ્યું છે કે હવે કોઇ પણ કાર્યક્રમનું આમંત્રણ સ્વીકારતા પહેલા નેતૃત્વની મંજૂરી લેવી જરૂરી છે. જો શિંદે જૂથ તરફથી કોઇ આમંત્રણ આવે છે તો તેના માટે પરવાનગી લેવી જરૂરી છે.
દિલ્હીમાં શિંદેના સન્માન સમારોહમાં હાજર રહેલા સાંસદોએ સાંજે શ્રીકાંત શિંદે દ્વારા આયોજિત રાત્રિભોજન સમારોહમાં પણ હાજરી આપી હતી. ઉદ્ધવ ઠાકરેને લાગે છે કે શિંદેનું સન્માન કરવું એ શિંદે જૂથને કાયદેસરતા આપવા સમાન છે. આ ઉપરાંત બંને જૂથના સાસંદોની વારંવારની મુલાકાત પણ લોકોમાં ખોટો સંદેશ ફેલાવે છે અને એવા સમાચાર ફેલાય છે કે તેમના વિધાન સભ્યો અને સાંસદો પક્ષ બદલી શકે છે. ગયા અઠવાડિયે ઉદ્ધવ જૂથે બધા સાંસદોની પરેડ કરાવી હતી. તેમાં શિંદેના રાત્રિભોજન સમારોહમાં હાજરી આપનાર સંજય પાટિલ હાજર નહોતા રહ્યા.
Also read : અમાન્ય લગ્નમાં ‘ગેરકાયદેસર પત્ની’નો ઉપયોગ કરવા પર સુપ્રીમ કોર્ટે લગાવી હાઇ કોર્ટેને ફટકાર
વેલ, હવે ઉદ્ધવ ઠાકરે જૂથના આવા પ્રતિબંધો કેટલા સફળ થશે એ તો આવનારો સમય જ કહેશે.