આમચી મુંબઈટોપ ન્યૂઝ

ફેક્ટ ચેકઃ શું 1992ના મુંબઈ રમખાણો પર ઉદ્ધવ ઠાકરેએ માફી માગી?

મુંબઇઃ ચૂંટણી અને રાજકીય વિવાદોના માહોલમાં ઘણા એવા સમાચાર પ્રકાશિત થતા હોય છે કે જેની સત્યતા વિશે આપણને શંકા જાગે. મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી વચ્ચે એવા જ એક સમાચાર પ્રકાશિત થયા હતા કે હાલમાં જ ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમ નેતાઓ સાથે બેઠક કરી હતી અને 1992ના મુંબઈ રમખાણોમાં તેમની સંડોવણી બદલ માફી માગી હતી. આ વાયરલ પોસ્ટની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અખબારનું કટિંગ નકલી હોવાનું સાબિત થયું હતું. આ ફેક ન્યૂઝ ઈન્ટરનેટ પર એક વેબસાઈટ દ્વારા બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું..


Also read: કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની રાજ્યમાં સરકાર બનાવવાનો પટોલેનો દાવોઃ રાઉતે વાંધો ઉઠાવ્યો…


નોંધનીય છે કે અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસને કારણે ડિસેમ્બર 1992 અને જાન્યુઆરી 1993 વચ્ચે મુંબઇમાં રમખાણો થયા હતા. આ રમખાણોમાં લગભગ 900 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પિતા અને શિવસેનાના સ્થાપક સ્વ. બાળાસાહેબ ઠાકરે પર સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો આરોપ હતો.

આ ક્લિપિંગમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઠાકરેએ 1992ના રમખાણોમાં તેમની સંડોવણી બદલ માફી માંગી હતી અને કથિત રીતે કહ્યું હતું કે, “1992ના રમખાણોમાં ભાગ લેવો એક ભૂલ હતી, કૃપા કરીને મને માફ કરો.” અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુફ્તી મોહમ્મદ ઈસ્માઈલ, આરિફ શેખ અને ફારુક શાહ સહિતના મુસ્લિમ નેતાઓ સાથેની બેઠક દરમિયાન આ માફી માંગવામાં આવી હતી, જેમણે નિવેદનને સમર્થન આપ્યું હતું.


Also read: Election Result Day: ૧0,000 પોલીસના બંદોબસ્ત સાથે મુંબઈમાં થશે મતગણતરી…


ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે સંબંધિત અખબારે આવા કોઈ સમાચાર પ્રકાશિત કર્યા નથી. ઉદ્ધવ ઠાકરેએ પણ આવું કોઈ નિવેદન આપ્યું નથી. અખબારમાં આવા કોઈ સમાચાર પ્રકાશિત થયા નથી.

શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વાયરલ દાવા વિશે વાત કરતા કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની મુસ્લિમ નેતાઓ સાથે આવી કોઈ મુલાકાત થઈ નથી. તેમણે ભાજપ પર ખોટા સમાચાર શેર કરવાનો આરોપ પણ લગાવ્યો છે. મરાઠી અખબારના કટિંગ સાથે સોશિયલ મીડિયા પર આ જ દાવો શેર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન શિવસેના (UBT)એ પણ આ સમાચારને ખોટા ગણાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button