આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાવિકાસ આઘાડીના ત્રણેય સુપ્રીમો એક મંચ પર

મહાવિકાસ આઘાડીના ત્રણેય સુપ્રીમો એક મંચ પર મુંબઈની રેલીમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને રાહુલ ગાંધીની ત્રિપુટી એકસાથે એક સ્ટેજ પર જોવા મળશે

મુંબઈ: ચૂંટણી પંચ દ્વારા હજી સુધી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી, પરંતુ ચૂંટણીની તૈયારીઓ હવે જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. કૉંગ્રેસ દ્વારા મુંબઈમાં ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિતે મુંબઈમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહાવિકાસ આઘાડીના ત્રણેય મુખ્ય પક્ષ કૉંગ્રેસ, એનસીપી(શરદ પવાર જૂથ) અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના શીર્ષ નેતા હાજર રહેશે.

વિધાનસભાની ચૂંટણી યોજાય એ પહેલા પહેલી જ વખત લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એક સ્ટેજ પર એક સાથે જોવા મળશે.

આ ઉપરાંત કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહારાષ્ટ્રના ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી(એઆઇસીસી)ના ઇન-ચાર્જ રમેશ ચેન્નિથલા પણ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ ખાતે યોજાનારી રેલીમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની જન્મજયંતિ ઉજવવા માટે યોજાનારા આ કાર્યક્રમને મહાવિકાસ આઘાડી દ્વારા ચૂંટણી પ્રચારના રણશિંગુની જેમ પણ જોવામાં આવી રહ્યો છે કારણ કે આ કાર્યક્રમમાં મહાવિકાસ આઘાડીના ટોચના નેતાઓ હાજર રહેશે. હજી સુધી મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી અંગે અંતિમ ફેંસલો નથી લેવામાં આવ્યો ત્યારે આ કાર્યક્રમ બાદ મહાવિકાસ આઘાડીના નેતાઓ બેઠકોની વહેંચણી વિશે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ