આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કટ્ટર શત્રુ હવે એક: અબુ આઝમી માટે ઉદ્ધવ જૂથ કરશે ચૂંટણી પ્રચાર

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીકમાં છે ત્યારે એક જ પરિવારમાંથી સભ્યો આમનેસામને ચૂંટણી લડવાની સાથે મિત્રની સામે મિત્ર તો દુશ્મન હવે દોસ્ત બનીને સાથે ચૂંટણી લડવા અને ચૂંટણી પ્રચારની પ્રક્રિયા શરુ થઈ છે. મુંબઈની વાત કરીએ તો માનખુર્દની બેઠક અત્યારે ચર્ચામાં છે.

આ પણ વાંચો: Assembly Election: અબુ આઝમીનો યુ-ટર્ન, હવે કહ્યું, MVA વિરુદ્ધ નહીં બોલું…

માનખુર્દ-શિવાજીનગરના વિધાનસભ્ય અને સમાજવાદી પક્ષના મહારાષ્ટ્રના પ્રમુખ અબુ આઝમી ચોથી વખત વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા છે. આ વખતે તેઓ ફક્ત સમાજવાદી પક્ષ (સપા)ના નેતા ન હોઇ મહાવિકાસ આઘાડીના સત્તાવાર ઉમેદવાર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ માનખુર્દના પીએમજીપી કોલોનીમાં શિવસેના-યુબીટીના કાર્યાલય પહોંચ્યા હતા અને શિવસૈનિકોએ તેમનું જોરદાર સ્વાગત પણ કર્યું.

આ પણ વાંચો: અબુ આઝમીને હરાવવા ભાજપ ‘દાઉદના સાથી’ને શરણે!

માનખુર્દમાં છેલ્લા બે દાયકાથી શિવસૈનિકોનો અબૂ આઝમી સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ આ વખતે ઉદ્ધવ જૂથ તરફથી અબુ આઝમી માટે પ્રચાર કરવાનો નિર્ણય લેવાયો છે. માનખુર્દ ૨૦૦૯થી શિવાજીનગર મતવિસ્તાર પર અબુ આઝમીનું રાજ છે.

અહીં મુસ્લિમ વસતી વધુ હોવાથી આ બેઠક પર તેમનું મહત્ત્વ વધુ છે. આ મતવિસ્તારમાં બાવીસ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે જેમાં અજિત પવાર જૂથના નેતા નવાબ મલિક, શિંદેસેનાના સુરેશ પાટીલ, મનસેના જગદીશ ખાંડેકરનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button