આમચી મુંબઈ

હાર્ટ અટેકથી મૃત્યુ, ગુનો નોંધાયો હત્યાનો

ઉદ્ધવ જૂથના નેતાના પુત્રના ચોંકાવનારા મોતથી હંગામો

મુંબઈ: થાણેના નવાપુરમાં આવેલા ‘સેવન સી’ રિસોર્ટમાં કુટુંબ અને મિત્રો સાથે પિકનિક મનાવવા ગયેલા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતાના પુત્રનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું હતું. ડૉક્ટરોએ જણાવ્યા મિલીંદ મોરેનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હતું. જોકે મોરેના કુટુંબીજનોએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે એક રિક્ષાચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મળેલી માહિતી મુજબ ઉદ્ધવ જૂથના નેતા રઘુનાથ મોરેના 45 વર્ષીય પુત્ર મિલીંદ મોરે પિકનિક મનાવી પાછા ફરી રહ્યા હતા ત્યારે રિક્ષાવાળા સાથે તેમનો વિવાદ થયો હતો. અમુક અહેવાલ અનુસાર પાર્કિંગ બાબતે મોરે અને રિક્ષાવાળા વચ્ચે વિવાદ થયો હતો તો અમુક માહિતી અનુસાર રિક્ષાવાળાએ મોરે સાથે આવેલા તેમના કુટુંબીજનને ટક્કર મારતા ઝઘડો થયો હતો.

ઘટનાનો સીસીટીવી વીડિયો આવ્યો સામે
મોરેના કુટુંબીજનોએ પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ વિવાદ થતા જ રિક્ષાવાળાએ ફોન કરીને તેન સાથીદારોને બોલાવ્યા હતા અને મોરે તેમ જ તેના મિત્રોની મારપીટ કરી હતી. ઝપાઝપી દરમિયાન મિલીંદને છાતીમાં ઘા વાગ્યો હતો અને તેના કારણે તેને હાર્ટ અટેક આવતા મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો :થાણેની બિલ્ડિંગમાં સીલિંગનું પ્લાસ્ટર તૂટી પડતાં યુવક ઘાયલ

આ ઘટનાનો સીસીટીવી કેમેરાનો વીડિયો પણ મળી આવ્યો છે જેમાં મિલીંદ ગાડી પર ટેકો દઇને ઊભા છે અને અચાનક તેમને હાર્ટ અટેક આવતા તે જમીન પર ઢળી પડે છે.

અજાણ્યા રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો
આ મામલે ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ(ડીસીપી) જયંત બજબળેએ જણાવ્યું હતું કે આ ઘટના રવિવારે મોડી સાંજે નવાપુરના રિસોર્ટ ખાતે બની હતી. મિલીંદ તેમના કુટુંબ સાથે રિસોર્ટથી પાછા ફરી રહ્યા હતા ત્યારે રિક્ષા ડ્રાઇવર સાથે તેમનો વિવાદ થયો હતો. એ દરમિયાન તે અચાનક બેભાન થઇ ગયા હતા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જોકે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક ધોરણે તેમને હાર્ટ અટેક આવ્યો હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.

મોરેના કુટુંબીજનોએ કરેલી ફરિયાદ મુજબ અજાણ્યા રિક્ષાચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105(બિન ઇરાદાપૂર્વક હત્યા) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું બજબલેએ જણાવ્યું હતું.

ઉદ્ધવ જૂથના થાણે એકમના ઉપાધ્યક્ષ છે મૃતકના પિતા
મિલીંદ અવિભાજિત શિવસેનાના થાણેના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને શિવસેનાના સ્વર્ગીય નેતા આનંદ દિઘેના તે અત્યંત નજીકના મનાતા હતા. હાલ તે ઉદ્ધવ જૂથની શિવસેનાના થાણે એકમના ઉપાધ્યક્ષ હોવાનું જાણવા મળ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો…