આમચી મુંબઈટોપ ન્યૂઝ

મધ્ય રેલવેમાં આજ રાતથી શરુ થશે બે વિશેષ નાઈટ બ્લોક, જાણી લો મહત્ત્વની માહિતી

મુંબઈ: મધ્ય રેલવેમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ મહત્વના સમાચાર છે કે આજે રાતથી લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે. મેન લાઇન અને હાર્બર લાઈનમાં નાઈટ સુપર જમ્બો બ્લોક રહેશે. આજે રાતથી શરૂ થશે, જે શનિવારે વહેલી સવારના 4.30 વાગ્યા સુધી ચાલશે, જ્યારે રવિવારની ટ્રેનસેવા પર અસર થશે.આ ઉપરાંત, લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેન પર રદ્દ રહેશે. મધ્ય રેલવે લાંબી ટ્રેનો માટે મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે પ્લેટફોર્મ નંબર 12 અને 13ની લંબાઈ વધારવા માટે ખાસ પાવર અને ટ્રાફિકનો બ્લોક રહેશે. પ્લેટફોર્મની લંબાઈના વિસ્તરણ સાથે આ પ્લેટફોર્મ હાલની 18-કોચની જગ્યાએ 24-કોચની લાંબી ટ્રેનોને સમાવી શકશે. આનાથી પ્લેટફોર્મ પર મુસાફરોની ક્ષમતામાં 20 ટકાનો વધારો થશે. અગાઉ, પ્લેટફોર્મ 10 અને 11 એ જ રીતે વિસ્તૃત કરવામાં આવ્યા હતા, જેનાથી પ્રવાસીઓને લાંબા ગાળે ફાયદો થઈ શકે છે. બ્લોકના સમયગાળા દરમિયાન બેસ્ટ પ્રશાસન પણ વિશેષ બસ દોડાવવામાં આવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આજે મધ્યરાત્રિથીથી રવિવાર 2 માર્ચ સુધી હાથ ધરવામાં આવશે, જેમાં લોકલ ટ્રેન સહિત લાંબા અંતની ટ્રેનસેવા પર અસર થશે. મધ્ય રેલવેમાં આજ રાતથી લઈને બીજી માર્ચ સુધી મેઈન લાઈનમાં અગિયાર વાગ્યાથી લઈને બીજી માર્ચના સુધી ભાયખલા, વડાલા રોડથી આગળ ટ્રેનસેવા રહેશે નહીં. એ જ રીતે શનિવારે રાતના 11.15 વાગ્યાથી રવિવારે સવારના 9.15 વાગ્યા સુધી દસ કલાકનો વિશેષ બ્લોક રહેશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી અને ભાયખલા વચ્ચે ટ્રેનસેવા ઉપલબ્ધ રહેશે નહીં. બ્લોક દરમિયાન અનકે લોકલ ટ્રેન સાથે લાંબા અંતરની મેલ ટ્રેનસેવા પર અસર થશે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું છે.

આજે રાતના 11.30 વાગ્યાથી 4.30 (પાંચ કલાક)CSMT અને ભાયખલા વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનમાં બ્લોક રહેશે. બ્લોક દરમિયાન મેઇન લાઇન પર CSMT-ભાયખલા સ્ટેશનો અને હાર્બર લાઇન પર CSMT-વડાલા રોડ સ્ટેશનો વચ્ચે ઉપનગરીય ટ્રેન સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. મેઇન લાઇન પર રદ કરાયેલ ઉપનગરીય ટ્રેનો

1) ડાઉન ટ્રેનો: દાદરથી રાત્રે 10.18 વાગ્યે કલ્યાણ જતી લોકલ
સીએસએમટી રાત્રે 11.23 વાગ્યાની અને 11.58 વાગ્યે ઉપડતી કુર્લા લોકલ
સીએસએમટી રાત્રે 11.38 અને 11.46 કલાકે ઉપડતી થાણે લોકલ
2) અપ ટ્રેનોઃ કલ્યાણથી રાત્રે 11.15 વાગ્યે ઉપડતી સીએસએમટી લોકલ.

આવતીકાલે (શનિવારે) બ્લોકના સમયગાળા દરમિયાન ભાયખલા-CSMT અને વડાલા રોડ-CSMT સ્ટેશનો વચ્ચે ઉપનગરીય ટ્રેન સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં, જેમાં અમુક ટ્રેનો પણ રદ્દ રહેશે.
1) ડાઉન ટ્રેનોઃ દાદરથી રાત્રે 10.18 વાગ્યે ઉપડતી કલ્યાણ લોકલ
01.03.2025ના રોજ 10.54 વાગ્યાથી 11.58 વચ્ચેની કુર્લા લોકલો અને 02.03.2025ના રોજ સવારે 12.05 કલાકે સીએસએમટીથી ઉપડતી ટ્રેનો પણ રદ રહેશે તેમ જ 01 માર્ચે થાણે માટેની રાતના 11 વાગ્યાથી 11.46 વચ્ચેની લોકલો અને 02 માર્ચે 12.24ની થાણે લોકલ. સીએસએમટીથી રાત્રે 11.12 વાગ્યે રવાના થતી થાણે એસી લોકલ પણ રદ રહેશે.

આ પણ વાંચો…26/11 મુંબઈ હુમલા કેસમાં મુક્ત થયેલા આરોપીને રોજીરોટી કમાવવાની મુશ્કેલી, કોર્ટમાં કરી અરજી

2) રદ રહેનારી અપ ટ્રેનોઃ ડોમ્બિવલીથી રાત્રે 9.08 વાગ્યે નીકળતી સીએસએમટી લોકલ, રાત્રે 9.39 અને 10.15 વાગ્યે થાણેથી પરેલ જતી લોકલ, રાત્રે 10 વાગ્યે ઉપડતી કુર્લા-CSMT લોકલ કલ્યાણથી રાત્રે 11.15 વાગ્યે સીએસએમટી જતી લોકલનો સમાવેશ થાય છે. મુખ્ય લાઇન પર અપ અને ડાઉન દિશામાં અનેક ટ્રેનોને ભાયખલા, પરેલ, દાદર અને કુર્લા સ્ટેશનો સુધી ટૂંકાવવામાં આવશે અથવા ત્યાંથી શરુ થશે. 01.03.2025ના રોજ મુખ્ય લાઇન તેમ જ હાર્બર લાઈન પર વિવિધ સ્ટેશનો માટેની છેલ્લી લોકલના સમયમાં ફેરફારો કરવામાં આવ્યા છે.

હાર્બર લાઇનમાં આવતીકાલે રદ થયેલી લોકલ ટ્રેનમાં સીએસએમટીથી રાતના 23.02 કલાકે ઉપડતી બાંદ્રા લોકલ, સીએસએમટીથી રાતના 11.26 કલાકે અને 11.46 કલાકે ઉપડતી ગોરેગાંવ લોકલ, પનવેલથી રાતના 9.26 કલાકે ઉપડતી CSMT લોકલ, બાંદ્રાથી 10.24 કલાકે, 11.16 કલાકે અને 11.42 કલાકે ઉપડતી સીએસએમટી લોકલ, ગોરેગાંવથી 22.15 કલાકે અને 22.40 કલાકે ઉપડતી CSMT લોકલ, હાર્બર લાઇન પર અનેક અપ અને ડાઉન ઉપનગરીય સેવાઓ વડાલા રોડ સ્ટેશનો પર શરુ કે સમાપ્ત થશે. રવિવારે પણ ટ્રેન સેવા પર અસર થશે. હાર્બર લાઈનમાં પણ બાંદ્રા, ગોરેગાંવ, વાશી, બેલાપુર, પનવેલ વગેરે સ્ટેશનોની અનેક ટ્રેનો અપ એન્ડ ડાઉન દિશામાં રદ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button