વિક્રોલીમાં બિલ્ડિંગનો હિસ્સો તૂટી પડતા બે સિનિયર સિટિઝનનું મૃત્યુ | મુંબઈ સમાચાર

વિક્રોલીમાં બિલ્ડિંગનો હિસ્સો તૂટી પડતા બે સિનિયર સિટિઝનનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિક્રોલી (પૂર્વ) ક્ધનમવાર નગર એકમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્િંડગમાં ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા બે સિનિયર સિટિઝનનું મૃત્યુ થયા હોવાની દુર્ઘટના બની હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટને જણાવ્યા મુજબ ક્ધનમવાર નગર એકમાં રમાબાઈ આંબેડકર ઉદ્યાન નજીક મ્હાડાની ૪૦ નંબરની ગુરુકૃપા કૉ-ઓ-હાઉસિંગ સોસાયટી નામની ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડિંગ આવેલી છે. ગુરુવારે સાંજના ૬.૫૦ વાગ્યાની આસપાસ ત્રીજા માળા પર સ્લેબ તૂટી પડ્યો હતો, જેની નીચે ૭૫ વર્ષના શરદ મ્હાસલેકર અને ૭૮ વર્ષના સુરેશ મઢાલકર ફસાઈ ગયા હતા.

ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંને સિનિયર સિટિઝનને બહાર કાઢ્યા હતા. તેમને તુરંત નજીક આવેલી આંબેડકર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બંન સિનિયિર સિટિઝનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button