આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં બે નક્સલવાદી ઠાર

નાગપુર: ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં 2019ના જામ્બુળખેડા બ્લાસ્ટમાં સંડોવાયેલા સિનિયર લીડર સહિત બે નક્સલવાદી ઠાર થયા હતા.

ગઢચિરોલી પોલીસ દળના 15 જવાનો મૃત્યુ પામ્યા એ 2019ના જામ્બુળખેડા બ્લાસ્ટના મુખ્ય કાવતરાખોર અને કસનસુર દાલમના ડેપ્યુટી કમાન્ડર દુર્ગેશ વેટ્ટીનો એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલા બે નક્સલવાદીઓમાં સમાવેશ થાય છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ દળને નુકસાન પહોંચાડવા માટે મોટી સંખ્યામાં નક્સલવાદીઓ છત્તીસગઢની સીમા નજીક બોધિનતોલા ખાતે એકઠા થયા હોવાની માહિતી પોલીસને મળી હતી, એમ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નીલોત્પલે જણાવ્યું હતું.

કોમ્બિંગ ઑપરેશન દરમિયાન નક્સલવાદીઓએ પોલીસની ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ વળતા જવાબમાં ગોળીબાર કરવો પડ્યો હતો. લગભગ કલાક સુધી ચાલેલી અથડામણ બાદ વેટ્ટી અને અન્ય એક નક્સલવાદીના મૃતદેહ મળી આવ્યા હતા.

ઘટનાસ્થળેથી એક એકે-47 રાઈફલ અને એક સેલ્ફ-લૉડિંગ રાઈફલ (એસએલઆર) હસ્તગત કરાઈ હતી. આખા પરિસરમાં વધુ સર્ચ ચાલી રહી હોવાનું એસપીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button