કાલબાદેવીમાં કમ્પાઉન્ડ વૉલ તૂટી પડતાં બે મજૂરોનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કાલબાદેવીમાં મ્હાડાની સેસ બિલ્ડીંગનું રિડેવલપેન્ટનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન કમ્પાઉન્ડ વૉલ તૂટી પડતાં બે મજૂરોનાં મૃત્યુ થયા હતા. તો એક ગંભીર રીતે જખમી થયો હતો.
કાલબાદેવીમાં દાદીશેઠ અગ્યારી લેનમાં ૨૦/૭ ગાંધી બિલ્ડિંગ આવેલી છે. સોમવારે બપોરના ૨.૩૮ વાગ્યાની આસપાસ આ બિલ્ડિંગની પાંચથી સાત ફૂટ ઊંચાઈની અને લગભગ ૩૦ ફૂટ લાંબી દિવાસ બાજુની હાઉસ ગલીમાં તૂટી પડી હતી. બિલ્ડિંગ પાસે મજૂરો કેબલ નાખવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે દીવાલ તૂટીને બાજુની હાઉસ ગલી પર પડી હતી જ્યાં મજૂરો કામ કરી રહ્યા હતા, જેમાં ત્રણ મજૂરો જખમી થયા હતા.
જખમીઓને તુરંત નજીક આવેલી જી.ટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉકટરે ૩૦ વર્ષના વિનાયક નિષાદ અને ૩૦ વર્ષના રામચંદ્ર શહાનીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તો ૧૯ વર્ષનો સનાય કનોજિયા ગંભીર રીતે જખમી હોઈ તેના પર સારવાર ચાલી રહી છે