થાણેમાં ગેલેરીનો હિસ્સો તૂટી પડતા બે જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ચીમ)માં વાગલે એસ્ટટેમાં એક ચાલીમાં રૂમની ગૅલેરીનોઅમુક હિસ્સો તૂટી પડતા બે લોકો જખમી થયા હોવાનો બનાવ બન્યો હતો.
આ પણ વાંચો: થાણેમાં ફ્લેટનું સિલિંગ તૂટી પડતાં પરિવારના,ત્રણ સભ્ય ઇજાગ્રસ્ત: ઇમારત ખાલી કરાવાઇ
થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વાગલે એસ્સેટમાં જ્ઞાનેશ્ર્વરી નગરમાં દેવગિરી ચાલમાં ગુરુવારે બપોરના એક વાગે આ દુર્ઘટના બની હતી, જેમાં દેવગિરી ચાલમાં એક રૂમની ગૅલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. આ રૂમ ભાડા પર આપી હતી અને તેમાં ચાલ લોકો રહેતા હતા. જખમીઓમાં રૂમ મંબર એકમાં રહેતો ૨૭ વર્ષનો વિજય ડોકણે અને રૂમ નંબર સાતમાં રહોત ૨૪ વર્ષનો અનિકેત કાંબળેનો સમાવેશ થાય છે. બંને યુવકોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: નબળા પાયાને કારણે ઘાટકોપરનું હૉર્ડિંગ તૂટી પડ્યું હતું: મુંબઈ ઈન્સ્ટિટ્યુટનો અહેવાલ
રૂમ નંબરની એકની ગૅલેરીનો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો. તો અમુક હિસ્સો જોખમી હાલતમાં હોવાથી ફાયરબ્રિગેડે તેને તોડી પાડ્યો હતો.