…આ કારણે બે કરોડથી વધુ મહિલાઓ લાડકી બહેન યોજનાનો લાભ લેવા આગળ આવી
મુંબઈ: વિપક્ષો મુખ્ય પ્રધાન લાડકી યોજનાના મુદ્દે સતત સરકાર પર પ્રહાર કરી રહી છે ત્યારે આ યોજના ખરેખર મહિલાઓમાં લોકપ્રિય થઇ રહી હોવાનું જણાય છે. આ યોજના અંતર્ગત પહેલાથી જ દોઢ કરોડથી વધુ મહિલાઓએ અરજી કરી છે અને તેમના ખાતામાં સહાયની રકમના બે હપ્તા એટલે કે ત્રણ હજાર રૂપિયા પહોંચી ગયા છે ત્યારે વધુને વધુ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા અરજપત્ર ભરી રહી હોવાનું નવા આંકડાઓ પરથી જણાય છે.
મળેલી માહિતી મુજબ 24 ઑગસ્ટ, શનિવાર સુધી કુલ 2,03,94,924 મહિલાઓએ લાડકી બહેન યોજના માટે અરજી કરી છે અને આ અરજપત્રોની ચકાસણી યુદ્ધના ધોરણે થઇ રહી છે. નવેસરથી આ યોજના માટે અરજી કરનારી મહિલાઓને સપ્ટેમ્બર મહિનામાં આ યોજનાના ત્રણ હપ્તા તેમના બૅંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે.
એટલે કે આ યોજના માટે પાત્ર ઠરનારી ઑગસ્ટ 20 બાદ અરજી કરનારી મહિલાઓને કુલ 4,500 રૂપિયાની આર્થિક સહાય સપ્ટેમ્બર મહિનામાં મળશે.
આ પણ વાંચો: અમને શક્તિ આપો અને લાડકી બહેનમાં મળતી સહાયમાં વૃધ્ધિ જુઓ: એકનાથ શિંદે
ઉલ્લેખનીય છે કે ભવિષ્યમાં આ યોજના અંતર્ગત પાત્ર ઠરનારી મહિલાઓને માસિક 4,000 રૂપિયા સુધીની સહાય આપી શકાય તેવી જાહેરાત મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી છે. આ ઉપરાંત અજિત પવાર જૂથની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ દ્વારા આ યોજનાની માહિતી આપવા માટે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.
જોકે, આંકડાઓને ધ્યાનમાં રાખતા વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી રહેલી યોજનાની ટીકાની અસર ન થઇ રહી હોવાનું જણાય છે. સૌપ્રથમ આ યોજનાના પૈસા મહિલાઓને નહીં મળે એવો દાવો વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો હતો, પરંતુ મહિલાઓના ખાતામાં બે હપ્તા જમા કરવામાં આવતા સહાય માટે આર્થિક ભંડોળ ક્યાંથી લાવશો તેવો પ્રશ્ર્ન હવે પૂછવામાં આવી રહ્યો છે. મહિલાઓને પણ પહેલા આ યોજનાના પૈસા ખરેખર મળશે કે નહીં તેવી શંકા હતી, પરંતુ ખરેખર મહિલાઓના ખાતામાં પૈસા જમા થાય છે તે જણાતા વધુને વધુ મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા અરજી કરી રહી છ.