નાશિકમાં જૂની અદાવતને લઇ ટોળાએ બે ભાઇને મોતને ઘાટ ઉતાર્યા…

નાશિક: નાશિક શહેરમાં જૂની અદાવતને લઇ પાંચ જણના ટોળાએ તીક્ષ્ણ હથિયાર અને લોખંડના સળિયાથી હુમલો કરીને બે ભાઇને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર બોધાલેનગરમાં આંબેડકરવાડી ખાતે બુધવારે રાતે 9.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બંને ભાઇની ઓળખ ઉમેશ જાધવ (32) અને પ્રશાંત જાધવ (30) તરીકે થઇ હતી.
આ પણ વાંચો : બદલાપુર એન્કાઉન્ટર કેસના મેજિસ્ટ્રેટ રિપોર્ટને રાજ્ય સરકાર પડકારશે
બંને ભાઇ પર તીક્ષ્ણ હથિયાર અને લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંને ભાઇને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. હુમલાખોરોની ઓળખ સાગર ગરાડ, અનિલ રેડેકર, સચિન રેડેકર, યોગેશ રોકડે અને અવિનાશ ઉર્ફે સોનુ ઉશેરી તરીકે થઇ હોઇ પોલીસ તેમની શોધ ચલાવી રહી છે.
આ પણ વાંચો : બાંદ્રામાં 71.67 લાખ રૂપિયાનો ગાંજો પકડાયો: ડ્રાઇવરની ધરપકડ…
આ હુમલો જૂની અદાવત અને એ વિસ્તારમાં વર્ચસ જમાવવાને ઇરાદે કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી, એમ ઉપનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)