આમચી મુંબઈમહારાષ્ટ્ર

ટાયરમાંથી પથ્થર કાઢી રહેલા ક્લીનર પર ટ્રક ફરી વળી: ડ્રાઈવર વિરુદ્ધ ગુનો

થાણે: ટાયરમાં ફસાયેલો પથ્થર કાઢી રહેલા ક્લીનર પર ટ્રક ફરી વળતાં તેનું મૃત્યુ થયું હોવાની નવી મુંબઈમાં બનેલી ઘટનામાં પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

પનવેલ શહેર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 23 મેની સાંજે બની હતી. આરોપી ડ્રાઈવર રિપેરિંગ માટે ટ્રક લઈ જઈ રહ્યો હતો. કળંબોલી તરફ વળાંક લેતા માર્ગ પર ડ્રાઈવરને ટ્રકનાં ટાયરમાં કંઈ ઘસાતું હોવાનો અવાજ આવ્યો હતો. તપાસ કરતાં એક ટાયરમાં પથ્થર ફસાયેલો હોવાનું જણાયું હતું.

ડ્રાઈવરે પથ્થર કાઢવાનું 54 વર્ષના ક્લીનરને કહ્યું હતું. ક્લીનર પથ્થર કાઢી રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે કથિત રીતે ટ્રક સ્ટાર્ટ કરી હતી, જેને કારણે ક્લીનર ટાયર નીચે કચડાઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ક્લીનરનું હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ક્લીનરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. મૃતકના સગાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે રવિવારે ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 304 (એ), 279, 337 અને 338 તેમ જ મોટર વેહિકલ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત