આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહાયુતિમાં મુશ્કેલી! નાશિક અને માઢા બેઠકનો વિવાદ: શિંદે જૂથની માગણી પર અજિત પવારે બેઠકમાં શું કહ્યું?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં સીટની વહેંચણી અંગે હજુ ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એક બેઠક યોજી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી બેઠકમાં અજિત પવારે કહ્યું કે તમામ ઘટક પક્ષોએ યુતિ ધર્મનું પાલન કરવું જોઈએ.

અજિત પવારે બેઠકમાં નાસિક અને માઢા લોકસભા બેઠકો અંગે ચર્ચા કરી હતી. વાસ્તવમાં એનસીપી મહારાષ્ટ્રની નાસિક સીટ પર દાવો કરી રહી છે. જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની પાર્ટી શિવસેના આ સીટ છોડવાના મૂડમાં નથી. આ જ કારણ છે કે અત્યાર સુધી મહાયુતિમાં સીટોની વહેંચણી અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.

2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાએ નાસિક બેઠક પર જીત મેળવી હતી. હેમંત ગોડસેએ ત્યારે એનસીપીના ઉમેદવાર સમીર ભુજબળને હરાવ્યા હતા. તે સમયે શિવસેના અને એનસીપી બંને પક્ષો અવિભાજિત હતા. અત્યારે બંને પક્ષોમાં ઊભી ફાટ પડી છે અને આ બેઠક પરથી લડનારા બંને ઉમેદવારો સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષોમાં છે.

આપણ વાંચો: ઔરંગાબાદમાં મહાયુતિનો ઉમેદવાર કોણ?: શિંદે જૂથની આ બેઠક માટે ઉમેદવારની શોધ હજી શરૂ

નાસિકમાં કોણ છે દાવેદાર?

અજય બોરાસ્તેનું નામ છગન ભુજબળ (એનસીપી) અને હેમંત ગોડસે (શિવસેના) સાથે નાસિક લોકસભા બેઠક પરથી ઉમેદવારની રેસમાં સામેલ છે. અજય બોરાસ્તે શિવસેના શિંદે જૂથના જિલ્લા પ્રમુખ છે. તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નજીકના લોકોમાંના એક માનવામાં આવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છગન ભુજબળ અને હેમંત ગોડસેના વિકલ્પ તરીકે બોરાસ્તેનું નામ વિચારવામાં આવી રહ્યું છે.

માઢા પર શું થયું?

ભાજપમાંથી ધૈર્યશીલ મોહિતે-પાટીલના રાજીનામા બાદ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાટીલ શરદ પવારના જૂથમાં જોડાશે. શરદ પવારની પાર્ટી એનસીપી (એસપી) તેમને માઢા લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવી શકે છે. અજિત પવારે બેઠકમાં માઢા લોકસભા બેઠક પર પણ ચર્ચા કરી હતી.
અજિત પવારના નિવાસસ્થાને મળેલી બેઠકમાં પ્રફૂલ્લ પટેલ, સુનિલ તટકરે અને રામરાજે નિમ્બાલકર હાજર રહ્યા હતા.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker