ટ્રેનમાં બાળકીની જાતીય સતામણી: ટીસી સામે ગુનો

મુંબઈ: મધ્ય રેલવેના કલ્યાણ અને કસારા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં સાત વર્ષની બાળકીન જાતીય સતામણી કરવાના આરોપસર ટીસી (ટિકિટ કલેક્ટર) વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
12 જૂને આ ઘટના બની હતી. બાળકી એ દિવસે તેની માતા સાથે નાશિકથી અન્ય ટ્રેન પકડવા માટે કસારા થઇ રહી હતી.
ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે આવેલા 57 વર્ષનો ટીસીએ બાળકીને પોતાની તરફ ખેંચી હતી અને તેને અયોગ્ય ર્સ્પશ કર્યો હતો, એવો દાવો બાળકીની માતાએ કર્યો હતો.
આ પણ વાંચો: કોન્સ્ટેબલની પત્નીની જાતીય સતામણી: સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો
આ પ્રવાસ બાદ બાળકીની માતાએ આ પ્રકરણે નાયબ મુખ્ય પ્રધાનની ઓફિસમાં ફરિયાદ પાઠવી હતી, જે બાદમાં કલ્યાણ રેલવે પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી હતી.
દરમિયાન બાળકીની માતાનું નિવેદન નોંધવામાં આવ્યા બાદ ટીસી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું. (પીટીઆઇ)