પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, વીકએન્ડમાં ‘મેજર નાઈટ’ બ્લોક
મુંબઈમાં સબર્બનની લોકલ સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો રદ્દ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આ અઠવાડિયાના અંતમાં પશ્ચિમ રેલવેમાં વિશેષ બ્લોકને કારણે લોકલ ટ્રેન સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનસેવાને અસર થશે. પશ્ચિમ રેલવેમાં માહિમ અને બાંદ્રા સ્ટેશનના પુલ નંબર 20 એબેટમેન્ટનાને કારણે મેજર બ્લોકને લોકલ ટ્રેનો સહિત લાંબા અંતરની અમુક ટ્રેનો રદ રાખવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે બ્રિજના મહત્ત્વના કામકાજને ધ્યાનમાં રાખીને 24/25 જાન્યુઆરી 2025 રાતના 11.00 વાગ્યાથી સવારના 8.30 વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન સ્લો લાઈન તથા રાતના 12.30 વાગ્યાથી સવારના 6.30 વાગ્યા સુધી ડાઉન ફાસ્ટ લાઈનમાં બ્લોક રહેશે.
આ પણ વાંચો: આનંદો! મુંબઇગરાને 300 નવી લોકલ ટ્રેનો મળશે
આ ઉપરાંત, અપ એન્ડ ડાઉન સ્લો લાઈનમાં શનિવારના રાતના 11.00 વાગ્યાથી સવારના સાડા આઠ વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન સ્લો લાઈન તથા અપ ફાસ્ટ લાઈનમાં રાતના અગિયાર વાગ્યાથી સવારના સાડા સાત વાગ્યા સુધી બ્લોક રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવનારા બ્લોકને કારણે 250થી વધુ ટ્રેન રદ્દ રહેશે, જ્યારે 150થી વધુ લોકલ આંશિક રીતે રદ્દ રહેવાથી વીકએન્ડમાં ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે મુશ્કેલ બની શકે છે. બ્લોકને કારણે પ્રવાસીઓ નિયત શેડયૂલને ધ્યાનમાં રાખીને પ્રવાસ કરવાનું ફાયદાકારક બની શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સબર્બનમાં નાઈટ બ્લોકને કારણે 250થી વધુ લોકલ રદ્દ રહેશે
- શુક્રવારે રાતના ચર્ચગેટથી વિરાર જનારી લાસ્ટ લોકલ રાતના 11.58 વાગ્યાની રહેશે
- શુક્રવારે રાતના અગિયાર વાગ્યા પછી ચર્ચગેટથી રવાના થનારી તમામ સ્લો ટ્રેન મુંબઈ સેન્ટ્રલ અને સાંતાક્રુઝ વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવવામાં આવશે, જેથી મહાલક્ષ્મી, લોઅર પરેલ, માટુંગા રોડ અને ખાર સ્ટેશન પર હોલ્ટ રહેશે નહીં.
- એ જ રીતે શુક્રવારે રાતના અગિયાર વાગ્યા પછી વિરાર, ભાયંદર અને બોરીવલીથી ચર્ચગેટની ટ્રેનોને સ્લો કોરિડોરમાં સાંતાક્રુઝ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવાશે, જેથી ખાર રોડ, માહિમ, માટુંગા રોડ, પ્રભાદેવી, લોઅર પરેલ અને મહાલક્ષ્મી સ્ટેશનમાં હોસ્ટ મળશે નહીં.
- બ્લોક વખતે ગોરેગાંવ અને બાંદ્રાથી મધ્ય રેલવેમાં હાર્બર લાઈનની ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ રહેશે. 25 જાન્યુઆરીના શનિવારે સવારના વિરાર, નાલાસોપારા, વસઈ રોડ, ભાયંદર અને બોરીવલીની સ્લો અને ફાસ્ટ ટ્રેન અંધેરી સુધી દોડાવવામાં આવશે.
- બ્લોક પછી ચર્ચગેટ માટેની પહેલી ફાસ્ટ ટ્રેનની સર્વિસ વિરારથી સવારના 5.47 વાગ્યે રવાના થશે, જે 7.05 વાગ્યે ચર્ચગેટ પહોંચશે.
- બ્લોક પછી પહેલી ડાઉન ફાસ્ટ લાઈનની ટ્રેન ચર્ચગેટથી સવારના 6.14 વાગ્યે રવાના થશે.
- બ્લોક પછી પહેલી ડાઉન સ્લો લાઈનની ટ્રેન ચર્ચગેટથી 8.03 વાગ્યે ટ્રેન રવાના કરશે.
- શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધીમાં 127 લોકલ અને 60 ટ્રેન આંશિક રદ્દ રહેશે
25મી જાન્યુઆરીના બ્લોકથી ટ્રેનસેવાને થશે અસર - બ્લોકની કામગીરી પછી ચર્ચગેટ અને દાદર વચ્ચે ફાસ્ટ લાઈનમાં દોડાવાશે
- શનિવારના રાતથી રવિવારની સવાર સુધી વિરાર, નાલાસોપારા, વઈસ રોડ, ભાયદંર અને બોરીવલીની સ્લો અને ફાસ્ટ લોકલ અંધેરી સુધી દોડાવાશે
- ગોરેગાંવ અને બાંદ્રા સ્ટેશનની વચ્ચે પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેની અમુક ટ્રેનો હાર્બર લાઈનમાં દોડાવાશે.
- અપ ફાસ્ટ લાઈનમાં લાસ્ટ લોકલ વિરારથી ચર્ચગેટની રાતના 10.07 વાગ્યે રહેશે, જ્યારે અપ સ્લો લાઈનમાં બોરીવલી-ચર્ચગેટની બોરીવલીથી રાતના 10.22 વાગ્યાની રહેશે.
- ડાઉન ફાસ્ટ લાઈનમાં લાસ્ટ લોકલ ચર્ચગેટથી બોરીવલીની રાતના 10.33 વાગ્યાની રહેશે, જ્યારે ડાઉન સ્લો લાઈનમાં લાસ્ટ લોકલ ચર્ચગેટથી ભાયદંર માટે 10.26 વાગ્યની રહેશે.
- શનિવાર રાતના બ્લોકને કારણે 150 ટ્રેન રદ્દ રહેશે, જ્યારે 90 ટ્રેન આંશિક રીતે રદ્દ રહેશે.
રદ થનારી મેલ-એક્સપ્રેસ ટ્રેન - 25 જાન્યુઆરીની ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ રદ રહેશે.
- 26 જાન્યુઆરીની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ રદ રહેશે.
- 25-26 જાન્યુઆરીના મુંબઈ-ઈન્દોર, ઈન્દોર-મુંબઈ દુરંતો એક્સપ્રેસ રદ્દ રહેશે
શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનની યાદી - 25 જાન્યુઆરીની ટ્રેન નંબર 12902 અમદાવાદ-દાદર ગુજરાત મેલ પાલઘર ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને પાલઘર અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 24 જાન્યુઆરીની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને દાદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેન
- 26 જાન્યુઆરીની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 25 જાન્યુઆરીની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલીથી શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આટલી રીશેડ્યૂલ/રેગ્યુલેટ થશે ટ્રેન
- 25 જાન્યુઆરીની ટ્રેન 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 06:15 વાગ્યે ઉપડશે.
- 26 જાન્યુઆરીની ટ્રેન 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે ૦8:15 વાગ્યે ઉપડશે.
- 25 જાન્યુઆરીની ટ્રેન 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનું રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 06:40 વાગ્યે ઉપડશે.
- 26 જાન્યુઆરીની ટ્રેન 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસનું રીશિડ્યૂલ કરવામાં આવશે અને આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સવારે 08:15 વાગ્યે ઉપડશે.
- 25 જાન્યુઆરીની ટ્રેન 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 45-50 મિનિટ રેગ્યુલેટ થશે.