આમચી મુંબઈ

ટ્રેનના ફૂટબોર્ડ પર ઊભા રહેવાને મુદ્દે બે પ્રવાસી વચ્ચે વિવાદ: એકે બીજાના હાથમાં બચકું ભર્યું!

મુંબઈ: ટ્રેનની મુસાફરી દરમિયાન ફૂટબોર્ડ પર ઊભા રહેવાને મુદ્દે બે પ્રવાસી વચ્ચે જોરદાર રકઝક ચાલી હતી અને વિવાદ એટલો વકર્યો કે એક પ્રવાસીએ બીજાના હાથ પર બચકું ભર્યું હતું. સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બનેલી આ ઘટના પ્રકરણે થાણે રેલવે પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની સવારે બની હતી. ડોમ્બિવલી નજીક રહેતો 48 વર્ષનો ફરિયાદી મુલુંડમાં ખાનગી કંપનીમાં કામ કરે છે. નોકરી પર જવા માટે ફરિયાદી ઠાકુર્લી રેલવે સ્ટેશનેથી ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડ્યો હતો. જોકે અંદર જવાને બદલે ફરિયાદી દરવાજા પાસે જ ઊભો રહ્યો હતો.

આપણ વાંચો: લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી કોલેજિયન્સને થયો ડરામણો અનુભવ, વીડિયો થયો વાઈરલ…

ફરિયાદમાં જણાવાયું હતું કે ટ્રેન કલવા રેલવે સ્ટેશને પહોંચી ત્યારે આરોપી પણ એ જ ડબ્બામાં ચડ્યો હતો. આરોપી પણ ડબ્બામાં અંદર જવાને બદલે ફૂટબોર્ડ પર જ ઊભો રહ્યો હતો. ફરિયાદીએ તેને અંદર જવાનું કહેતાં આરોપીએ ના પાડી દીધી હતી. આ વાતને લઈ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

કહેવાય છે કે બોલાચાલી પછી વાત ધક્કામુક્કી સુધી પહોંચતાં આરોપીએ ફરિયાદીના હાથ પર બચકું ભર્યું હતું. ત્યાર બાદ બન્ને મુલુંડ સ્ટેશને ઊતર્યા હતા અને તેમની વચ્ચેનો વિવાદ ચાલુ જ રહ્યો હતો. આ બાબતની જાણ થતાં ફરજ પર હાજર પોલીસે મધ્યસ્થી કરી હતી.

આપણ વાંચો: મધ્ય રેલવેમાં ટ્રાન્સ હાર્બર અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓ હેરાન…

ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીએ જાનથી મારવાની ધમકી આપી બ્રેસલેટથી ફરિયાદીના માથા અને આંખ પર માર માર્યો હતો.

બન્ને પ્રવાસીને થાણે રેલવે પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. સ્ટેશન પર જ ફરિયાદીની પ્રાથમિક સારવાર કરાઈ હતી. આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેને નોટિસ ફટકારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button