આમચી મુંબઈ

WATCH: ગણપતિ વિસર્જન વખતે અચાનક છત તૂટી પડી, 30થી વધુ મહિલા અકસ્માતનો બની શિકાર

મહારાષ્ટ્રના ભંડારામાં ગણપતિ વિસર્જન દરમિયાન એક અપ્રિય ઘટના સામે આવી છે. ગણપતિ વિસર્જનની શોભા યાત્રાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ટેરેસ પર એકઠા થયા હતા. દરમિયાન અચાનક મકાનની છત તૂટી પડતાં 30-40 મહિલાઓને ઇજા પહોંચી હતી. જે બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાઓને રજા આપવામાં આવી હતી.

| Also Read: મુંબઈમાં ગણેશ વિસર્જનની થઇ ગઇ શરૂઆત… ગિરગામ ચોપાટી પર બાપ્પાની વિદાય જુઓ

મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રા જોવા માટે છત પર ઉભા હતા ત્યારે અચાનક છત તૂટી પડી. આ અકસ્માતમાં લગભગ 30 થી 40 મહિલાઓ ઘાયલ થઈ છે, તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ગણેશ વિસર્જનના દિવસે બનેલી આ દુર્ઘટનામાં ઘણી મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ અકસ્માતની વિગતોની રાહ જોવાઈ રહી છે.

| Also Read: ગણેશ વિસર્જન વખતે બીચ પર જવાનો છો તો આટલું ધ્યાન રાખજો!

આ અગાઉ મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રના અકોટ શહેરમાં બુધવારે ગણપતિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન થોડા સમય માટે તંગદિલી સર્જાઈ હતી. કેટલાક અજાણ્યા વ્યક્તિઓએ ગણેશ વિસર્જનની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો. મુંબઇ નજીક આવેલા થાણેના ભિવંડી ખાતે પણ ગણપતિ વિસર્જન દરમિયાન ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયો હોવાના સમાચાર જાણવા મળ્યા હતા.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…