મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સમાચારઃ આ બે લાઈનમાં રહેશે વિશેષ નાઈટ બ્લોક
મુંબઈઃ મધ્ય રેલવેમાં રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે બે દિવસ વિશેષ નાઈટ પાવર અને ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. મધ્ય રેલવેના અપ અને ડાઉન ટ્રાન્સ-હાર્બર લાઇન અને છટ્ઠી લાઇન સહિત થાણે સ્ટેશન (ચાંદની બંદર પબ્લિક એફઓબી) પર ગર્ડર દૂર કરવા માટે ખાસ ટ્રાફિક અને પાવર બ્લોકનું સંચાલન કરશે, જેના માટે ૧૪૦ ટનની ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે. બ્લોકનો સમયઃ અપ અને ડાઉન ટ્રાન્સ-હાર્બર લાઇન અને છઠ્ઠી લાઇન પર 10.30 કલાકથી ૦4.30 કલાક સુધી બ્લોક રહેશે.
આ ઉપરાંત, બીજો ટ્રાફિક બ્લોક ટ્રાન્સ હાર્બર લાઈનમાં અપ અને ડાઉન લાઇનમાં રહેશે. કોપર ખૈરાણ (પ્લેટફોર્મ સિવાય)થી થાણે (પ્લેટફોર્મ સહિત) તેમ જ છઠ્ઠી લાઇનમાં દિવાથી મુલુંડ (ક્રોસઓવર સિવાય)નો સમાવેશ થાય છે. બ્લોકને કારણે થયેલા ફેરફારો નીચે મુજબ છે: અપ મેલ/એક્સપ્રેસ ટ્રેનોનું ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. છઠ્ઠી લાઇન પર ચાલતી નીચેની મેલ/એક્સપ્રેસ ટ્રેનોને કલ્યાણ/દિવાથી મુલુંડ/વિદ્યાવિહાર સ્ટેશનો વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે.
૧૧૦૭૨ કામાયની એક્સપ્રેસ, ૧૧૧૦૦ મડગાંવ- એલટીટી એક્સપ્રેસ, ૧૨૦૫૨ મડગાંવ-મુંબઈ-જનશતાબ્દી એક્સપ્રેસ, ૧૧૦૮૨ ગોરખપુર- એલટીટી એક્સપ્રેસ, ૨૨૧૨૦ મડગાંવ-સીએસએમટી તેજસ એક્સપ્રેસ, ૨૨૫૩૭ ગોરખપુર-મુંબઈ કુશીનગર એક્સપ્રેસ, ૧૧૦૬૨ જયનગર-એલટીટી એક્સપ્રેસ, ૧૧૦૨૦ ભુવનેશ્વર-મુંબઈ કોણાર્ક એક્સપ્રેસ, ૧૮૦૩૦ શાલીમાર-એલટીટી એક્સપ્રેસ, ૧૮૫૧૯ વિશાખાપટ્ટનમ- એલટીટી એક્સપ્રેસ, ૨૦૧૦૪ ગોરખપુર- એલટીટી સુપરફાસ્ટ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
ટ્રાન્સ હાર્બર લાઈનમાં થાણેથી વાશી/પનવેલ માટે ઉપડતી ઉપનગરીય સેવાઓ 10.01 કલાકથી 12.05 કલાક સુધી અને થાણે માટે વાશીથી 9.37 કલાકે અને પનવેલથી 11.18 કલાકે ઉપડતી ઉપનગરીય સેવાઓ રદ રહેશે.
ડાઉન ટ્રાન્સ-હાર્બર લાઇન પર બ્લોક પહેલાની છેલ્લી લોકલ થાણેથી 9.41 કલાકે ઉપડશે અને 10.10 કલાકે વાશી પહોંચશે. અપ ટ્રાન્સ-હાર્બર લાઇન પર બ્લોક પહેલાની છેલ્લી લોકલ વાશીથી 9.24 કલાકે ઉપડશે અને 9.53 કલાકે થાણે પહોંચશે.
ડાઉન ટ્રાન્સ-હાર્બર લાઇન પરના બ્લોક પછી પ્રથમ લોકલ થાણેથી 0.5.12 કલાકે ઉપડશે અને 0.6.04 કલાકે પનવેલ પહોંચશે. અપ ટ્રાન્સ-હાર્બર લાઇન પરના બ્લોક પછી પ્રથમ લોકલ વાશીથી 0.6.30 કલાકે ઉપડશે અને 06.59 કલાકે થાણે પહોંચશે.