પ્રવાસીઓ સાથે ‘મનમાની’: ટ્રાફિક પોલીસે ૨,૦૦૦થી વધુ રિક્ષા જપ્ત કરી

મુંબઈ: શહેરમાં વધતા અનધિકૃત રિક્ષા સ્ટેન્ડ અને પ્રવાસીઓની સાથે મનમાની કરનારા રિક્ષાવાળાઓનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. એવામાં લાઇસન્સ વગરના વે સ્ક્રેપ રિક્ષાની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં ૨,૦૦૦થી વધુ રિક્ષા જપ્ત કરવામાં આવી છે અને નિયમોનો ભંગ કરનારા રિક્ષાચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસે ડિસેમ્બરની શરૂઆતમાં આ અંગેની ઝુંબેશ હાથ ધરી હતી. રિક્ષાચાલકો પાસે યોગ્ય દસ્તાવેજ અથવા લાઇસન્સ ન હોય અને પ્રવાસીઓ પાસેથી વધુ ભાડું લેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. લાઇસન્સ વગર ચલાવવામાં આવતી ૨,૦૦૦થી વધુ રિક્ષા જપ્ત કરવામાં આવી છે તથા નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ડિજિટલ અરેસ્ટનો કૉલ કરનારા નકલી પોલીસને આ રીતે પજવ્યો મુંબઈના યુવાને
ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત ઝુંબેશ હેઠળ શહેરના રેલવે સ્ટેશનો અને મુખ્ય જંકશન પર રિક્ષાચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં ખાસ કરીને બાન્દ્રા પૂર્વ, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી), અંધેરી અને જોગેશ્વરી પૂર્વનો સમાવેશ થાય છે.
મોટા ભાગની જગ્યાએ પીક અવર્સમાં જ રિક્ષાવાળાઓ ભાડું નકારતા હોય છે. પૂર્વ પરાં વિસ્તારમાં ૫૦,૦૦૦થી વધુ રિક્ષા સામે કાર્યવાહી કરીને ૭૪૭ રિક્ષા જપ્ત કરાઇ હતી જ્યારે પશ્ર્ચિમ પરાં વિસ્તારમાં ૨૧૨ જપ્ત કરાઇ હતી