આજે નવી મુંબઈ જવાનો વિચાર હોય તો પહેલા આ વાંચી લો, નહીંતર…
મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈના પ્રવાસે છે. તેઓ બપોરે સાડા ત્રણ વાગે નવી મુંબઈના ખારઘરમાં ઇસ્કોનના ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને નવી મુંબઈ પોલીસે ટ્રાફિકને સુચારૂ રૂપથી ગતિમાં રાખવા અને ભીડને ટાળવા માટે ઘણા માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કર્યો છે. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ખારઘરના સેક્ટર 23 માં યોજાયો છે. પીએમ મોદીની સાથે અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. તેમની સલામતી માટે અને ટ્રાફિકમાં કોઈપણ અડચણ ન આવે તે માટે પોલીસે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કર્યા છે અને કેટલાક રૂટ બદલવાના આદેશો પણ જારી કર્યા છે.
પોલીસે કેટલાક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન તરીકે જાહેર કર્યા છે અને ખાર ઘરના કેટલાક રસ્તાઓને વાહનો માટે બંધ રાખવામાં આવ્યા છે. ડેપ્યુટી ટ્રાફિક કમિશનર તિરૂપતિ કાકડેએ જણાવ્યું હતું કે 15મી જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીની મુલાકાત ને ધ્યાનમાં રાખીને કેટલાક રસ્તાઓને વાહનો માટે બંધ રાખવામાં આવ્યા છે અને નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
Also read: નરેન્દ્ર મોદીની હત્યાનો ધમકીભર્યો કૉલ કરનારી મહિલા માનસિક અસ્વસ્થ
નવી મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં માત્ર વીઆઈપી વાહનો પોલીસ અને ઈમરજન્સી સર્વિસના વાહનોને જ મંજૂરી આપવામાં આવશે. આ વિસ્તારોમાં ઓવે ગામની પોલીસ ચોકીથી જે કુમાર સર્કલ સુધીનો વિસ્તાર, ગુરુદ્વારા ચોકથી જે કુમાર સર્કલ થઈને બીડી સોમાણી સ્કૂલ સુધીનો વિસ્તાર અને ઇસ્કોન મંદિરના ગેટ નંબર વન અને ગેટ નંબર ટુ વચ્ચેનો વિસ્તાર સામેલ છે. જો કે ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સ જેવી ઈમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વૈકલ્પિક માર્ગો નીચે મુજબ છે
1) પ્રશાંત કોર્નરથી ઓવેગાંવ પોલીસ ચોકી અને જે કુમાર સર્કલ સુધી તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે પ્રશાંત કોર્નર પાસે જમણી બાજુ વળી જાવ
2) શિલ્પી ચોકથી જે કુમાર સર્કલ અથવા ઓવેગાંવ તરફ જતા લોકો ગ્રીન હેરિટેજ ચોક પર જમણી કે ડાબી બાજુ ફરી શકે છે
3) ગ્રામ વિકાસ ભવનથી ગ્રીન હેરિટેજ ચોક થઈને આવતા લોકો ડાબે વળે અને બીડી સોમાણી સ્કૂલ થઈને જે કુમાર સર્કલ અથવા ઓવેગાંવ પોલીસ સ્ટેશન તરફ જઈ શકે છે.
4) સેન્ટ્રલ પાર્ક મેટ્રો સ્ટેશનથી જે કુમાર સર્કલ અથવા ઓવેગાંવ પોલીસ સ્ટેશન જતા લોકો ગ્રામ વિકાસ ભવનથી જમણી બાજુએ વળી શકે છે.
5) ઓવે ગાંવ ચોકથી ગુરુદ્વારા અને જે કુમાર સર્કલ તરફ જતા વાહનો ગુરુદ્વારાથી ગ્રામ વિકાસ ભવન તરફ ડાબે વળાંક લઈ શકે છે.
6) ગ્રામ વિકાસ ભવનથી ગુરુદ્વારા અને જે કુમાર સર્કલ તરફ જતા લોકો ઓવેગાંવ ચોકથી જમણી બાજુએ વળી શકે છે
7) વિનાયક શેઠ ચોકથી બીડી સોમાણી સ્કૂલ અને જે કુમાર સર્કલ તરફ જતા વાહનો સોમાણી સ્કૂલ પાસે જમણી તરફ વળી શકે છે.
ભીડને ટાળવા માટે અને ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે નવી મુંબઈ પોલીસે ઘણા વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
1) હીરાનંદાની બ્રિજ જંકશનથી ઉત્સવ ચોક, ગ્રામ વિકાસ ભવન, ગુરુદ્વારા, ઓવેગાંવ ચોક અને ઓવેગાંવ પોલીસ ચોકી
2) ઓવે ગાંવ પોલીસ ચોકીથી ઓવે ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે હેલીપેડ, કોર્પોરેટ સેન્ટ્રલ પાર્ક, સેક્ટર 29, ઇવેન્ટ સ્થળ ભગવતી ગ્રીન કટ અને ઇસ્કોન મંદિર ગેટ નંબર વન
3)ગ્રામ વિકાસ ભવનથી ગ્રીન હેરિટેજ અને સેન્ટ્રલ પાર્ક મેટ્રો સ્ટેશન
4)જે કુમાર સર્કલ થી ગ્રીન હેરિટેજ સુધીની બંને લેન
પીએમ મોદી આજે મુંબઈ અને નવી મુંબઈની મુલાકાતે છે. તેમણે નૌકાદળના ત્રણ મુખ્ય યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીરને રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. આ યુદ્ધ જહાજોના કમિશનનો કાર્યક્રમનું આયોજન મુંબઈના નેવલ ડૉક યાર્ડમાં કરવામાં આવ્યું હતું. તેમની મુંબઈ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારના વિધાનસભ્યો સાથે પણ મુલાકાત કરી છે અને તેમને અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે. તેમના આ કાર્યક્રમમાં મુંબઇ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી છે..