મુંબઈ લોકલના પ્રવાસીઓ, આ રવિવારે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો…
મુંબઈ: ઓવરહેડ વાયર તેમ જ ટ્રેકની જાળવણી માટે બાકી કામ પૂરાં કરવા માટે આજે રવિવારે મધ્ય તેમ જ પશ્ર્ચિમ રેલવેમાં બ્લોક રાખવામાં આવ્યો છે. મધ્ય રેલવેમાં માટુંગા તેમ જ થાણે અપ અને ડાઉન ધીમીલાઇન પર સવારે 11.05 વાગ્યાથી બપોરે 3.35 વાગ્યા સુધી બ્લોક રહેશે. જ્યારે સીએમએસટીથી ઉપડનારી અને સીએમએસટી તરફ જનારી અપ અને ડાઉન ધીમી લાઇનની ટ્રેનોને માટુંગા અને થણે દરમિયાન અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે. જેને પલે લોકલ વિદ્યાવિહાર, કાંજુરમાર્ગ, નાહુર આ સ્ટેશન પર આ ટ્રેનો ઊભી નહીં રહે.
હાર્બર માર્ગ ખાતે સવારે 11.10 વાગ્યાથી બપોરે 4.40 વાગ્યા સુધી બ્લોક રાખ્ામાં આવ્યો છે. આ સમય દરમિયાન સીએમએસટી, વડાલાથી વાશી, બેલાપુર, પનવેલ, અપ અને ડાઉન લોકલ રદ કરવામાં આવી છે. સીએમએસટીથી બાંદ્રા-ગોરેગાંવ અપ અને ડાઉન લોકલ પણ રદ કરવામાં આવી છે. પ્રવાસીઓને બ્લોક દરમિયાન સવારે 10થી સાંજે છ વાગ્યા સુધી મધ્ય અને પશ્ર્ચિમ રેલવેમાં પ્રવાસ કરવાની પરવાનગી છે. આ સિવાય બોરીવલી-ગોરેગાંવ અપ અને ડાઉન ધીમી લાઇન પર સવારે 10 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી બ્લોક રાખવામાં આવ્યો છે. આદરમિયાન બોરીવલીથી ગોરેગાંવ અપ અને ડાઉન ધીમી લાઇનની બધી જ લોકલ ફાસ્ટ લાઇન પર વાળવામાં આવી છે.
જેને પગલે અમુક લોકલ રદ કરવામાં આવી છે. અંધેરી અને બોરીવલી લોકલની હાર્બર માર્ગ પર ચલાવવામાં આવશે. આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર એક અને ચાર પરથી કોઇપણ લોકલ ચલાવવામાં નહીં આવે.