આમચી મુંબઈમહારાષ્ટ્ર

જૂની ડબલ ડેકર બસોમાં ગેલેરી, કાફેટેરિયા અને લાઈબ્રેરીની મજા માણી શકશે પ્રવાસીઓ….

મુંબઈ: મુંબઈમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા બીએમસીએ કમર કસી છે. શક્ય તેટલા વધારે યાત્રીઓ મુંબઈમાં ફરવા આવે તે માટે બીએમસી દ્વારા હવે બેસ્ટની જૂની ડબલ ડેકર બસોમાં આર્ટ ગેલેરી, કાફેટેરિયા અને લાઇબ્રેરીની સુવિધાઓ શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. જેમાં સૌ પહેલા બી વોર્ડમાંથી ત્રણ ડબલ ડેકર બસોમાં આ સ્કીમ શરૂ થશે. આ બસો દક્ષિણ મુંબઈના ત્રણ જંકશન પર પાર્ક કરવામાં આવશે.

બીએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ સુવિધાઓ બેસ્ટની બસોમાં ફેબ્રુઆરી 2024થી શરૂ થાયતેવી શક્યતા છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો 24 વોર્ડમાં પણ શરૂ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું હતું કે આર્કિટેક્ટે ડબલ ડેકર બસની ડિઝાઇન પણ બીએમસીએ ફાઈનલ કરી લીધી છે. જેમાં એક ડબલ ડેકર બસમાં કાફેટેરિયા હશે, બીજી બસમાં લાઈબ્રેરી હશે અને ત્રીજી બસમાં આર્ટ ગેલેરી હશે.

નોંધનીય છે કે હાલમાં બેસ્ટ દ્વારા જૂની બસોને સ્ક્રેપ કરી દેવામાં આવી છે. હવે તેમાં જરૂરી ફેરફાર કરીને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ બસો વાય. એમ. રોડ, ક્રોફર્ડ માર્કેટ અને શાલીમાર જંકશન એમ ત્રણ જંકશન પર પાર્ક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બેસ્ટની પહેલી ડબલ ડેકર બસ મુંબઈમાં 8 ડિસેમ્બર 1937ના રોજ શરી થઈ હતી. સામાન્ય રીતે બસનું આયુષ્ય પંદર વર્ષનું હોય છે. ત્યારે 15 વર્ષ બાદ બસોને હંમેશા સ્ક્રેપમાં મોકલવામાં આવતી હતી પરંતુ મુંબઈ શહેરના પાલક પ્રધાન દીપક કેસરકરે પ્રવાસનને પ્રોત્સાહન આપવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જૂની બસોમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ બીએમસીએ આ બસોને સંપૂર્ણપણે સ્ક્રેપ કરવાને બદલે તેનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button