ટૉરેસ સ્કૅમ: આઠ આરોપી વિરુદ્ધ 27,147 પાનાંનું આરોપનામું દાખલ કરાયું

મુંબઈ: કરોડો રૂપિયાના ટૉરેસ ઇન્વેસ્ટમેન્ટ સ્કૅમની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ સોમવારે વિશેષ કોર્ટમાં આઠ આરોપી વિરુદ્ધ 27,147 પાનાંનું આરોપનામું દાખલ કર્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આરોપનામા અનુસાર આરોપીઓમાં મે. પ્લેટિનમ હર્ન પ્રા. લિ., તાનિયા ઉર્ફે તઝાગુલ ઝાસ્તોવા, વેલેન્ટિના ગણેશ કુમાર, સર્વેશ સુર્વે, અલ્પેશ ખારા, અર્મેન અતેઇન, તૌસિફ રિયાઝ અને લલ્લન સિંહનો સમાવેશ છે. આરોપીઓ વિરુદ્ધ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ તેમ જ બીયુડીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ટૉરેસ સ્કૅમ: ભાગેડુ આરોપીઓએ ભારત બાદ બલ્ગેરિયામાં ઇન્વેસ્ટમેન્ટની ફ્રોડ સ્કીમ્સ શરૂ કરી
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટૉરેસ પોન્ઝી સ્કીમ્સમાં કુલ 142.58 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડથી 14,157 રોકાણકારો પ્રભાવિત થયા હતા, જેમને કથિત રીતે પોન્ઝી સ્કીમ્સમાં રોકાણ કરવા માટે લલચાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ટૉરેસ સ્કૅમ: હાઇ કોર્ટે તપાસમાં ઢીલાશ બદલ પોલીસની ઝાટકણી કાઢી,વ્હીસલબ્લોઅરને રક્ષણ આપવાનો આદેશ…
આરોપી અર્મેન અતેઇન યુક્રેનિયન એક્ટર છે અને પોતે ભારતીય નાગરિક હોવાનો તેણે દાવો કર્યો હતો. તેણે પોતાની વાતને સમર્થન આપવા બર્થ સર્ટિફિકેટ સહિત અન્ય દસ્તાવેજો આપ્યા હતા. જોકે બર્થ સર્ટિફિકેટ પર શંકા જતાં તેની પાસ કરવામાં આવી હતી, જેમાં તે બોગસ હોવાનું સામે આવ્યું હતું.