આમચી મુંબઈ

મુંબઈમાં છૂટોછવાયો રાજ્યમાં ચાર દિવસ મુશળધાર વરસાદ

વરસાદ, ટ્રાફિક અને ગણપતિ દર્શન…
વીક-એન્ડમાં બાપ્પાના દર્શન માટે નીકળનારા ભક્તોએ આ સમસ્યાઓને ધ્યાનમાં લઈને જ ઘરની બહાર નીકળવું પડશે. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગણેશોત્સવના પહેલા દિવસથી રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. મુંબઈમાં પણ મંગળવારથી વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડી રહ્યા છે. આ દરમિયાન આગામી ચાર દિવસ રાજ્યમાં મોટાભાગમાં મધ્યમથી મુશળધાર વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનું ક્ષેત્ર તૈયાર થયું છે. એ સાથે જ ઝારખંડમાં તૈચાર થયેલા ઓછા દબાણના ક્ષેત્રની તીવ્રતા ઓછી થઈ હોવાથી તે ચક્રીય સ્થિતીમાં છે. તેમ જ સિક્કિમથી દક્ષિણ મહારાષ્ટ્ર એટલે કે વિદર્ભ-મરાઠવાડ સુધી ઓછા દબાણ સક્રિય થયું છે. તેથી આગામી ૪૮ કલાકમાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. સપ્ટેમ્બરના ત્રણ અઠવાડિયું વરસાદ ગાયબ રહ્યા બાદ ગણેશોત્સવ દરમિયાન ચોમાસું ફરી સક્રિય થયું છે અને હવે આગામી અઠવાડિયામાં પડનારો વરસાદ રાજ્ય માટે મહત્ત્વનો સાબિત થવાનો છે. રાયગઢ, ગોંદિયા, ભંડારા અને નાગપૂર વિભાગમાં મોટાભાગના વિસ્તારમાં આગામી બે દિવસમાં મુશળધાર વરસાદ પડવાની શક્યતા હોઈ ઑરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના બાકીના વિસ્તારમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની શક્યતા છે. ૨૪થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડના અમુક વિસ્તારમાં મુશળધાર વરસાદ પડશે. આગામી ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરના સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ સ્વરૂપનો વરસાદ પડશે. આ દરમિયાન ગુરુવાર સવારના આઠ વાગ્યાથી શુક્રવાર સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળામાં દક્ષિણ મુંબઈમાં ૧૪.૩૩ મિ.મિ., પૂર્વ ઉપનગરમાં ૫.૪૧ મિ.મિ. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૨૪.૯૫ મિ.મિ. વરસાદ નોંધાયો છે. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત