Tomato Prices Fall મહારાષ્ટ્ર, ગુજરાત...

હવે ટમેટા ખેડૂતોને રડાવે છેઃ મબલખ આવકને લીધે ભાવ તળિયે…

મુંબઈઃ એક સમયે સેન્સેક્સની જેમ ટમેટાના ભાવની વધઘટ રોજ છાપે ચડી હતી, ઑગસ્ટ મહિનામાં ટમેટાના ભાવ રૂ. 100ને ઓળંગી ગયા હતા અને લાંબો સમય સુધી ટમેટાના ભાવ આસમાને રહેતા આમ જનતા અને તેની સાથે હોટેલ બિઝનેસ પણ મુશ્કેલીમાં મુકાયો હતો. ધીમે ધીમે ભાવ ઓછા થતાં ગયા ત્યારે હવે છૂટકા બજારમાં સારી ગુણવત્તાના કિલો ટમેટા લગભગ રૂ. 15થી 20માં મળે છે. જોકે આને લીધે ટમેટા ઉગાડતા ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. થોડા મહિનાઓ પહેલા ગ્રાહકો રડતા હતા. જોકે ખેડૂતો પાસેથી ઓછા ભાવે લઈ તેને જથ્થાબંધ અને છુટક વેપારીઓ મનફાવે તેવા ભાવ વધારી વેચતા હોય છે, આથી ગ્રાહકોને મોંઘા મળે છે, પરંતુ ખેડૂતો ખાસ કંઈ કમાઈ શકતા નથી.

આ પણ વાંચો : ઝીરો વેસ્ટઃ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ભેગો થયો 100 ટનથી વધુ કચરો

મહારાષ્ટ્ર-ગુજરાતની મોટા ભાગની એમપીએમસી માર્કેટમાં ટામેટાની જંગી આવકને કારણે ટામેટાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. પુણેની વાત કરીએ તો અહીંની એપીએમસીમાં જથ્થાબંધ બજારમાં એક કિલો ટામેટા ગ્રેડના આધારે 4 થી 5 રૂપિયા પ્રતિ કિલો મળે છે, જ્યારે છૂટક બજારમાં એક કિલોનો ભાવ 15 થી 20 રૂપિયા છે. ટામેટાં જથ્થાબંધ બજારમાં વેચાણ માટે મોકલવા ખેડૂતો પોષાય તેમ નથી અને તેમનો ટમેટા ઊગાડવાનો અને પરિવહન ખર્ચ પણ નીકળતો નથી.

આ પણ વાંચો : બાળકોમાંથી ભય દૂર કરવા અમદાવાદ પોલીસે અપનાવ્યો નવતર અભિગમ

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં એક કિલો ટમેટાના ભાવ છૂટક બજારમાં રૂ.100 સુધી પહોંચી ગયા હતા. વરસાદને કારણે ટામેટાંની આવક ઓછી થતાં ટામેટાના ભાવમાં વધારો થયો હતો. ટામેટાના ભાવને કારણે મહારાષ્ટ્રમાં પુણે, સાંગલી, સાતારા, કોલ્હાપુર, નાસિક, સોલાપુર સહિત રાજ્યના તમામ ભાગોમાં ખેડૂતોએ મોટા પાયે ટામેટાનું વાવેતર કર્યું હતું. સારા વાવેતરને કારણે ખેડૂતોએ છેલ્લા મહિનાથી રાજ્યની તમામ એપીએમસીમાં મોટા પ્રમાણમાં ટામેટા વેચાણ માટે આવ્યા છે. સ્વાભાવિક છે કે માલ વધારે હોવાથી ભાવ નીચે ગયા છે.

સંબંધિત લેખો

Back to top button