આમચી મુંબઈમહારાષ્ટ્ર

Maharashtra સરકારને TISSની ફેકલ્ટીએ કરી આ ફરિયાદ

મુંબઈઃ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ (TISS)એ ૧૦૦થી વધુ શિક્ષણ અને બિન-શિક્ષણ કર્મચારીઓના કરારનું નવીકરણ કર્યું નથી, જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંગઠન દ્વારા ટીકા થઇ રહી છે.

કેટલાક ફેકલ્ટી સભ્યોએ જણાવ્યું હતું કે ચાર ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ કેમ્પસ, મુંબઈ, તુળજાપુર, હૈદરાબાદ અને ગુવાહાટી ખાતેના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફના કોન્ટ્રાક્ટ ૩૦ જૂને સમાપ્ત થવાના હતા, તેમાંથી મોટા ભાગના મુંબઈ બહારની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ કેમ્પસમાં કામ કરતા હતા. ટાટા ટ્રસ્ટ તરફથી મળેલી ગ્રાન્ટમાંથી ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ માટે આ કોન્ટ્રાક્ટ જારી કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: દેશમાં 1 જુલાઇ થી લાગુ થશે ત્રણ નવા Criminal Law, જાણો શું થશે બદલાવ

અમને ૨૮ જૂને કોન્ટ્રાક્ટના રિન્યુઅલ ન થવા અંગે જાણ કરવામાં આવી હતી. અમે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ વહીવટીતંત્રને કહ્યું હતું કે તે ટાટા ટ્રસ્ટ સાથે વાત ન કરે ત્યાં સુધી પત્રો (કોન્ટ્રેક્ટના રિન્યુઅલ ન કરવા સંબંધિત) જારી ન કરે. ઉકેલ શોધવાનો પ્રયાસ કરે.

પરંતુ અમારી અપીલ સાંભળવામાં આવી નહોતી, આમાંથી કેટલાક ટીચિંગ સ્ટાફ મેમ્બર્સ ગયા મહિને વિવિધ અભ્યાસક્રમો માટે શૈક્ષણિક સત્રો માટે ઉમેદવારોની પસંદગી કરવા ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનો પણ ભાગ હતા. કેટલાક ફેકલ્ટી સભ્યોએ આને એક મનસ્વી નિર્ણય ગણાવ્યો, કેટલાકના મતે આ જાણીજોઈને લેવામાં આવેલું પગલું છે, તો કેટલાકે આ નિર્ણય પ્રત્યે આઘાત વ્યક્ત કર્યો.

આ પણ વાંચો: પીએચડીના વિદ્યાર્થીના દેશવિરોધી કારસ્તાન, ટાટા ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીને કર્યો સસ્પેન્ડ

સંસ્થાના વિદ્યાર્થીઓના સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ વહીવટીતંત્રે તરત જ ફેકલ્ટી અને સ્ટાફ સભ્યોના કોન્ટ્રેક્ટ બહાલ કરવા જોઈએ. પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ્સ ફોરમે દાવો કર્યો હતો કે “સંસ્થાને ચલાવવામાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ વહીવટીતંત્રના વર્તમાન નેતૃત્વની સંપૂર્ણ નિષ્ફળતા અને ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ઉદાસીનતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button