મુંબઈ-થાણે બાદ છત્રપતિ સંભાજીનગરમાં વાઘની ગર્જના
પાકિસ્તાનના ગુણગાન કરનારા સાથે ઉદ્ધવને જોઈને બાળ ઠાકરેના આત્માને કેટલી પીડા થઈ હશે!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ થાણે પછી જો વાઘની ગર્જના સાંભળવા મળી હોય તો તે સંભાજીનગરમાં સાંભળવા મળી હતી. તેમણે કહ્યું હતું કે બાળાસાહેબ (ઠાકરે) સંભાજીનગરને ચાહતા હતા. હું જ્યારે નગર વિકાસ ખાતાનો પ્રધાન હતો ત્યારે મેં સંભાજીનગરને ફંડ આપ્યું હતું. રાજ્ય સરકાર અહીંની પાણી પુરવઠા યોજના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. 1,680 ચૂકવશે. અમે સાચી શિવસેના છીએ. તેઓ નકલી શિવસેના છે.
હવે તો મોદીએ પણ એમ કહ્યું હતું કે જેઓ બાળાસાહેબના વિચારો છોડી ગયા તેઓ નકલી શિવસેના છે. તેઓ કોંગ્રેસ સાથે સરકાર બનાવવાના નહોતા, પરંતુ તેમણે શિવસૈનિકોને કચડીને કોંગ્રેસ સાથે જવાનું નક્કી કર્યું હતું. તેથી અમે સરકાર બદલવાનો સાહસિક નિર્ણય લીધો હતો, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની આડકતરી રીતે ટીકા કરી હતી.
એકનાથ શિંદેએ વધુમાં કહ્યું હતું કે, મેં પ્રધાનપદને ઠોકર મારી હતી.
ત્યારે મને ખબર ન હતી કે આગળ શું થશે, પરંતુ લોકોએ મારા પર વિશ્વાસ કર્યો હતો. કારણ કે હું તેમના સુખ-દુ:ખમાં દોડતો હતો. જો કોઈ મુશ્કેલીમાં હોય તો તેની સાથે ઊભા રહેવાનું કામ આપણું છે. આ કામ અગાઉના મુખ્ય પ્રધાને કરવું જોઈતું હતું, પણ જે થયું તે ઘણું સારું થયું. જ્યાં સુધી સત્તા હાથમાં હતી ત્યાં સુધી તેમણે કોઈ કામ કર્યું નહોતું અને હાથમાં સત્તા ગયા પછી તેમણે સંભાજીનગરનો નિર્ણય લીધો હતો, જે બહુમતી ન હોવાથી અર્થહીન હતો. અઢી વર્ષમાં તેમની સરકાર કોઈ ઠરાવ કરી શકી નહોતી અને ત્યારબાદના બે વર્ષમાં અમારું કરેલુું કામ તમારી નજર સામે છે.
જ્યારે હું ગુવાહાટી ગયો હતો ત્યારે તમારી પાસે માંડ 15 વિધાનસભ્ય હતા અને અમારી પાસે 50 વિધાનસભ્ય હતા. અમારી સરકાર આવ્યા પછી નામ બદલવાનો મુદ્દો યોગ્ય રીતે ઉકેલાયો અને કોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ અઢી વર્ષમાં તેમની સરકારે ઠરાવ અંગે કોઈ સૂચના આપી નથી. મને ગર્વ છે કે આજે આપણે છત્રપતિ સંભાજીનગરનું નામ ખુલ્લેઆમ બોલી શકીએ છીએ. આજે બાળ ઠાકરેના આત્માને શાંતી થઈ હશે.
મહાવિકાસ આઘાડીમાં એવા લોકો છે જેઓ શહીદોનું અપમાન કરે છે. ઈન્ડી ગઠબંધનના એક પક્ષ તો પાકિસ્તાનના ગુણગાન કરે છે. આવા લોકો સાથે શિવસેના (યુબીટી)ને બેસેલી જોઈને બાળ ઠાકરેના આત્માને કેટલી પીડા થઈ હશે તે સમજી શકાય એવું છે.
મુંબઈ પર થયેલા હુમલામાં હેમંત કરકરે શહીદ થયા હતા. આ લોકો દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું હતું. તુકારામ ઓમ્બલેએ કસાબની તમામ ગોળીઓ પોતાના પેટમાં લીધી હતી. પરંતુ તેમણે કસાબને છોડ્યો ન હતો. ઈન્ડી ગઠબંધનના સાથી અને જેમની બાજુમાં ઉદ્ધવ ઠાકરે બેઠા હતા તે ફારુક અબ્દુલ્લા કહે છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે.
કિસ્તાને બંગડીઓ પહેરી નથી. આ દેશદ્રોહ છે, શું તમે આવા લોકોને વોટ આપવાના છો? તેથી, આ ચૂંટણી હવે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એમ પણ શિંદેએ જણાવ્યું હતું.