એક તો ટિકિટ વિના પ્રવાસ ને પછી ટીસી ઓફિસમાં તોડફોડઃ જૂઓ ચોંકાવનારો વીડિયો

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે નજીવા કિંમતની ટિકિટ ખરીદવાની હોય છે. મુંબઈની લોકલ ટ્રેન જેટલી સસ્તી જાહેર પરિવહનની સુવિધા લગભગ કોઈ શહેરમાં નથી, છતાં દર વર્ષે કેટલાય પ્રવાસીઓ ટિકિટ વિના પ્રવાસ કરતા ઝડપાય છે, પરંતુ ગઈકાલે ઝડપાયેલા એક પ્રવાસીએ ટીસી ઓફિસમાં તોડફોડ કરી છે અને સમગ્ર કાંડ હિંસક બની ગયો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આ ઘટનાની મળતી વિગતો અનુસાર અંધેરી અને બોરીવલી વચ્ચે ટિકિટ ચેકર શમશેર ઈબ્રાહિમે ત્રણ પ્રવાસીને પકડ્યા હતા, જેમાંથી બે પ્રવાસી સેકન્ડ ક્લાસની ટિકિટ લઈ ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરી રહ્યા હતા અને એક પ્રવાસી ટિકિટ વિના પ્રવાસ કરી રહ્યો હતો. ટિકિટ ચેકરે તેને પકડ્યા હતા.
પ્રવાસીઓને બોરીવલી સ્ટેશન પર ઉતરવા કહ્યું હતું અને તેમને ટીસી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અહીં એક પ્રવાસી એકદમ હિંસક બન્યો હતો અને તેણે કોમ્પ્યટર્સ તોડી નાખ્યા હતા. તેમની સાથેની મહિલા જોરજોરથી રડતી હતી. પ્રવાસી અને ટીસી બન્નેને ઈજાપણ થઈ હતી. તમામને મેડિકલ સેવા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આગળની કાર્યવાહી રેલવેએ હાથ ધરી છે.
આ પણ વાંચો…સરકારી કાર્યાલયના કલાકો અલગ અલગ કરવાનો વિચાર; મુંબઈની લોકલ ટ્રેન માં ભીડ ઘટાડવા માટે નવો ઉપાય!