Three dead as 3000-tonne silo storing corn in Chhatrapati

મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ટેન્ક તૂટતા ત્રણનાં મોત

છત્રપતિ સંભાજીનગર: શેંદ્રે એમઆઇડીસીમાં ઇથેનોલ બનાવતી ફેક્ટરીમાં સિલો સ્ટોરિંગ (મકાઇનો સંગ્રહ કરનારી ટેન્ક) ૩૦૦૦ ટનની ટેન્ક તૂટી પડતા તેમાં કામ કરી રહેલા ઓછામાં ઓછા ત્રણ કામગારનાં મોત થયા હતા તથા અન્ય ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Also read: હવામાનમાં પલટોઃ વરસાદના આગમન વચ્ચે શરદ પવાર અને ફડણવીસે રેલી યોજી…

ત્રણ કામગારના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે એક કામગાર હજી ગુમ હોવાનું તેમણે જણાવ્યું હતું. ‘રેડિકો એનવી ભઠ્ઠી ખાતે આજે બપોરે ૨.૨૦ કલાકે ૧૭.૧૭ મીટર ડાયામીટરની સિલો ટેન્ક તૂટી હતી. આ ટેન્કની ઊંચાઇ લગભગ ૨૧.૬૦ મીટર હતી તે તૂટી પડી હતી. આ ટેન્કનું વજન અંદાજે ૩,૦૦૦ ટન હતું. ટેન્ક તૂટી પડતા તેમાં કામ કરી રહેલા ત્રણ કામગારનાં મોત થયા હતા જ્યારે અન્ય ત્રણને ગંભીર ઇજા થઇ હતી. એક કામગાર ગુમ છે. બચાવ અને શોધકાર્ય શરૂ છે’, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

Also read: ઉદ્ધવ અને પવારના વિરોધ છતાં મોદી વકફ એક્ટમાં સુધારો કરશે: અમિત શાહ

મૃતકોની ઓળખ કિસન હિરડે (૫૦), વિજય ગવળી (૪૦) અને દત્તાત્રય બોરડે (૪૦) તરીકે કરાઇ હતી. આ બનાવમાં પોલીસે કેસ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Back to top button