નવી મુંબઈમાં રિવોલ્વર અને કારતૂસો સાથે ત્રણ પકડાયા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નવી મુંબઈમાં રિવોલ્વર અને કારતૂસો સાથે ત્રણ પકડાયા

થાણે: નવી મુંબઈના કોપરખૈરાણે વિસ્તારમાંથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી દેશી બનાવટની એક રિવોલ્વર અને છ કારતૂસ જપ્ત કરી હતી.

સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ નવી મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષાવ્યવસ્થાના કારણોસર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. કોપરખૈરાણેમાં સેક્ટર 23 ખાતેના શાંતિદૂત મહાવીર ઉદ્યાન નજીક ત્રણ શખસ શંકાસ્પદ રીતે આંટા મારતા હોવાની માહિતી પોલીસને મળી હતી.

આપણ વાંચો: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી; આરોપીની ધરપકડ થઇ…

માહિતીને આધારે પોલીસની ટીમે ત્રણેયને તાબામાં લીધા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી એક રિવાલ્વર અને છ કારતૂસ મળી આવી હતી. રિવોલ્વર અને કારતૂસો એક વ્યક્તિને આપવા માટે ત્રણેય આવ્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું.

પકડાયેલા આરોપીઓની ઓળખ સૌતમરતન પ્રકાશ સિંહ (24), અભય બોબી રાજપૂત (24) અને પીન્ટુ સોમપાલ કુમાર (22) તરીકે થઈ હતી. સિંહ અને રાજપૂત ડ્રાઈવર છે, જ્યારે કુમાર ખેડૂત હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપીઓ રિવોલ્વર અને કારતૂસો ક્યાંથી લાવ્યા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણે પોલીસે આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button