આઇપીએલની ટી-20 મેચ પર સટ્ટો: નવી મુંબઈથી ત્રણ પકડાયા

થાણે: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી-20 મેચ પર સટ્ટો લેવા બદલ પોલીસે નવી મુંબઈથી ત્રણ જણની ધરપકડ કરી હતી.
પોલીસ ટીમે મળેલી માહિતીને આધારે સાનપાડા ખાતેના રહેણાક વિસ્તારમાં 26 માર્ચે રેઇડ પાડી હતી, જ્યાં આરોપીઓ મેચ પર ઓનલાઇન સટ્ટો લઇ રહ્યા હતા.
આ પણ વાંચો: બેટિંગ એપ્સની જાહેરાત કરતા 25 સેલિબ્રિટી સામે FIR; જાણો કોના કોના નામ સામેલ…
પોલીસે પકડી પાડેલા ત્રણેય જણની ઓળખ શંકર સુરેશ કોટેકર (35), સંદીપ નારાયણ દેવગડે (35) અને ભરત મુરલીધર રુડે (20) તરીકે થઇ હતી.
પોલીસે ઘટનાસ્થળેથી 2.66 લાખ રૂપિયાના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યાં હતાં. આ પ્રકરણે ત્રણેય આરોપી સામે મહારાષ્ટ્ર ગેમ્બલિંગ પ્રિવેન્શન એક્ટ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટી-20 મેચ પર સટ્ટાબાજીમાં સામે અન્ય લોકોની પોલીસ દ્વારા શોધ ચલાવવામાં આવી રહી છે. (પીટીઆઇ)