આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરેને જોખમઃ કંટ્રોલ રુમમાં હુમલો કરવાના ફોનથી મુંબઈ પોલીસ એક્શનમાં

મુંબઈ: ઘણી વાર લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈને ડરાવા માટે અને ધમકાવા માટે કરતા હોય છે. અને ઘણીવાર ફેક ફોન કોલ કરીને પણ કોઈને ધમકાવતા હોય છે. અને પછી આવા અજાણ્યા ગુનેગારોને પોલીસ તેમના આઈપી એડ્રેસ કે લોકેશન દ્વારા શોધતી હોય છે.

થોડા સમય અગાઉ પોલીસને રામ મંદિર અને યોગી આદિત્યનાથ પર હુમલાની ધમકી મળી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. તે જ રીતે મુંબઈમાં શિવસેના જૂથના વડા ઉદ્ધવ ઠાકરેને પણ આવી જ ધમકી મળી હતી.

શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના ઘર નજીક હુમલાની યોજના હોવાની ફોન કોલ પર માહિતી મળ્યા બાદ પોલીસે માતોશ્રીની સુરક્ષા વધારી દીધી છે. 14 જાન્યુઆરીએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. ફોન કરનાર અજાણ્યા વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર એક મોટી ઘટના બનવાની છે.

અજાણ્યા વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે મુંબઈથી ગુજરાત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તે દરમિયાન 4-5 મુસ્લિમ વ્યક્તિઓ આ અંગે વાત કરી રહ્યા હતા. તેમની વાત સાંભળ્યા બાદ પોલીસને આ માહિતી આપવામાં આવી હતી. ફોન કરનારે કહ્યું કે ટ્રેનમાં હાજર લોકો ઉર્દૂ ભાષામાં વાત કરી રહ્યા હતા. તે મુંબઈના મોહમ્મદ અલી રોડ પર એક રૂમ ભાડે આપવાની વાત પણ કરતો હતો.

ત્યારબાદ પોલીસે સાવચેતીના ભાગરૂપે ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દીધી છે. સીએમ એકનાથ શિંદે પહેલા ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્ય પ્રધાન હતા. પૂર્વ મુખ્ય પ્રધાન નિવાસસ્થાને સુરક્ષા કવચ સાથે વધારાની પોલીસ દળ તહેનાત કરવામાં આવી છે.

મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે 14 જાન્યુઆરીની સાંજે માતોશ્રીને મહારાષ્ટ્ર પોલીસ કંટ્રોલ રૂમમાંથી હુમલા અંગે ધમકીભર્યો ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોલીસને કહ્યું હતું કે માતોશ્રી જોખમમાં છે. આ માહિતી સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ હવે એક્શનમાં આવી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે અત્યાર સુધી કોલ કરનાર વ્યક્તિ વિશે કોઈ માહિતી મળી નથી. તેમજ ટ્રેનમાં આ ઘટના અંગે કથિત રીતે ચર્ચા કરનારા લોકો વિશે પણ અત્યાર સુધી એટલી જ માહિતી મળી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button