મહારાષ્ટ્ર પહેલાથી જ ‘કમોન કીલ મી’ કહેનારાઓ પહેલા જ મરી ચૂક્યા છે: એકનાથ શિંદે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહારાષ્ટ્ર પહેલાથી જ ‘કમોન કીલ મી’ કહેનારાઓ પહેલા જ મરી ચૂક્યા છે: એકનાથ શિંદે

મુંબઇ: ‘કમોન કીલ મી’ એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું. ઓહ, મૃતકને કોણ મારશે? મહારાષ્ટ્રના લોકોએ તેમના શરીરનો નાશ પહેલાં જ કરી દીધો છે. ફક્ત અવાજ કરવાથી કાંડામાં તાકાત આવતી નથી. વાઘની ચામડી પહેરીને શિયાળ વાઘ બની શકતો નથી. ફક્ત વાતો કરવાથી કોઈ ફાયદો નથી, કાંડામાં તાકાત હોવી જોઈએ. અમારા ચક્કરમાં ન પડો. તમને ત્રણ વર્ષ પહેલાં અમારી તાકાત દેખાડી દીધી છે.

એકનાથ શિંદેએ એમ પણ કહ્યું હતું કે તમારી અક્ષમતાને કારણે, મરાઠી લોકોને મુંબઈમાંથી બહાર ફેંકાઈ ગયા છે. જ્યારે ચૂંટણી નજીક આવે એટલે તેઓ મરાઠી લોકોના નામે ખોટા દાવા કરશે. મારો સવાલ છે કે બાળાસાહેબ પછી તમે મરાઠી લોકો માટે શું કર્યું? તમારી અક્ષમતાને કારણે, મરાઠી લોકોને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા. આ તમારું પાપ છે.
દેશે પહેલી વાર એવો કાચિંડો જોયો છે જે આટલી ઝડપથી રંગ બદલે છે એવા શબ્દોમાં એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે બાળાસાહેબે કોંગ્રેસનો વિરોધ કરતા સત્તા માટે તેમણે કોની સાથે સંબંધ બાંધ્યો? તેમણે સત્તા માટે લાચારી સ્વીકારી. તેમણે બાળાસાહેબના વિચારોમાં વિશ્ર્વાસ તોડ્યો હતો. તેમણે મરાઠી લોકોના વિશ્વાસ, હિન્દુત્વ સાથે દગો કર્યો

કાચિંડો પણ રંગ બદલે છે, પરંતુ દેશે પહેલી વાર એવો કાચિંડો જોયો છે જે આટલી ઝડપથી રંગ બદલે છે
જે મુખ્ય પ્રધાનપદ માટે જે લાચાર બની ગયા, તે આગળ શું લેશે. બાળાસાહેબે આવું વિચાર્યું પણ નહીં હોય. જે લોકો તેમને બાળ ઠાકરેના વારસદાર ગણાવે છે તેમણે આવી લાચારી સ્વીકારી હતી. જો બાળ ઠાકરે જીવતા હોત તો આવા લોકોને લટકાવીને મરચાંની ધુણી કરી હોત કે નહીં?

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના પક્ષની 59મી વર્ષગાંઠ પર નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરી હતી. ઉદ્ધવ ઠાકરે સત્તા માટે લાચાર બની ગયા. તેમણે હિન્દુત્વને બાજુ પર છોડી દીધું. તેમણે મહારાષ્ટ્રના લોકો સાથે દગો કર્યો. તેમણે મતદારોને ધમકી આપી. ઉદ્ધવ ઠાકરે સત્તા માટે લાચાર અને પરવશ બની ગયા છે. હવે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે તેમને ફરીથી હિન્દુત્વ અને મરાઠી લોકોને યાદ આવી રહ્યા છે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
તેઓ કહે છે કે અમે હિન્દુત્વ છોડ્યું નથી. તો પછી તમને બાળાસાહેબ ઠાકરેને હિન્દુ હૃદય સમ્રાટ કહેતાં તમારી જીભ કેમ ખચકાય છે? હિન્દુ ધર્મનો દુરુપયોગ કરનારા અને સ્વાતંત્ર્યવીર સાવરકરનું અપમાન કરનારાઓના ખોળામાં તમે કેમ બેસો છો? એવા અનેક સવાલ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને પૂછ્યા હતા.

આ પણ વાંચો…દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં વૃદ્ધની હત્યા: આરોપી પકડાયો

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button