‘આ અવાજ મારી બહેનનો જ છે…’ બિટકોઈન ઓડિયો ક્લિપ્સ મામલે અજિત પવારનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા કોંગ્રેસ અને એનસીપી(એસપી)ના નેતાઓ પર બિટકોઈનની હેરાફેરીનો આરોપ લાગતા ખળભળાટ મચી (Bitcoin scandal in Maharashtra) ગયો છે. ભાજપે એનસીપી(એસપી)ના નેતા સુપ્રિયા સુળેની કથિત ઓડિયો ક્લિપ્સ પણ જાહેર (Supriya Sule Audio clips) કરી છે. સુપ્રિયા સુળેએ તામામ આરોપો નકારી કાઢ્યા છે, ત્યારે તેમના પિતરાઈ ભાઈ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આરોપોને સમર્થનન કર્યું છે.
અજિત પવારે આપી પ્રતિક્રિયા:
બિટકોઈન કેસમાં કથિત રીતે સુપ્રિયા સુળેની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે, જેના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે (Ajit Pawar) પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ઓડિયો ક્લિપમાં મારી બહેનનો અવાજ છે,. તેમણે કહ્યું કે સુપ્રિયા સુળે મારી બહેન છે, મેં નાના પટોલે સાથે લાંબા સમય સુધી કામ કર્યું છે. આવી સ્થિતિમાં, તેમની વાત કરવાની શૈલી અને સ્વર પરથી હું સમજી ગયો કે આ એ બંનેનો જ અવાજ છે.
સુળેએ તેનો જવાબ આપતાં કહ્યું કે તેઓ અજિત પવાર છે, તેઓ કંઈ પણ કહી શકે છે.
પૂર્વ IPS અધિકારીએ લગાવ્યા આરોપ:
ગઈ કાલે ભૂતપૂર્વ IPS અધિકારી રવિન્દ્ર નાથ પાટીલે આરોપ લગાવ્યો હતો કે NCP (શરદ પવાર જૂથ)ના નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં સામેલ છે. તેમણે બંને નેતાઓ પર ચૂંટણી પ્રચાર માટે બિટકોઈનની હેરાફેરીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ આવી જ હેરાફેરી કરવામાં આવી હતી. આ ખુલાસા બાદ રાજકારણ ગરમાયું છે.
રવિન્દ્ર નાથ પાટીલે જણાવ્યું હતું કે 2018 ના બિટકોઈન ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં ફોરેન્સિક ઓડિટ માટે મારી કંપની KPMGને જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ 2022માં આ જ કેસના આરોપમાં મારી ધરપકડ કરવામાં આવી હતી. મેં 14 મહિના જેલમાં વિતાવ્યા. આ દરમિયાન હું એ જાણવાની કોશિશ કરી રહ્યો હતો કે મને કેમ ફસાવવામાં આવ્યો.
રવિન્દ્ર નાથે કહ્યું કે તેમના સાથીદારોએ તથ્યો શોધવા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. આખરે, તેમને ચોંકાવનારા તાથ્યો મળ્યા. આ કેસના મુખ્ય સાક્ષી, એક ઓડિટ ફર્મના કર્મચારી ગૌરવ મહેતાએ છેલ્લા કેટલાક દિવસોમાં તેનો ઘણી વખત સંપર્ક કર્યો હતો, મહેતાએ 2018ની ક્રિપ્ટોકરન્સી ફ્રોડ તપાસ વિશે માહિતી શેર કરી. મહેતાએ આક્ષેપ કર્યો હતો કે ક્રિપ્ટોકરન્સી વેપારી અમિત ભારદ્વાજની ધરપકડ દરમિયાન બિટકોઈન ધરાવતું હાર્ડવેર વોલેટ જપ્ત કરવામાં આવ્યું હતું.
સુપ્રિયા સુળેના ઓડિયો મેસેજ:
પાટીલે જણાવ્યું હતું કે મહેતાએ સોશિયલ મીડિયા એપ ‘સિગ્નલ’ પર ઘણા વૉઇસ રેકોર્ડિંગ મોકલ્યા હતા, જેમાં સુપ્રિયા સુળેને મેસેજનો પણ સમાવેશ થાય છે, જેમાં બિટકોઇનના બદલામાં રોકડની માંગણી કરવામાં આવી હતી.
ઓડિયો રેકોર્ડિંગમાં, કથિત રીતે સુળેએ મહેતાને ખાતરી આપી હતી કે તપાસ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે એકવાર તેઓ સત્તામાં આવ્યા પછી વધુ સાંભળી લેશે. અન્ય એક રેકોર્ડિંગમાં, નાના પટોલે કથિત રીતે રોકડ વ્યવહારોમાં વિલંબ વિશે પૂછપરછ કરતા સાંભળવામાં મળે છે..
સુપ્રિયા સૂળેએ સુધાંશુ ત્રિવેદીને માનહાનીની નોટીસ મોકલી:
સુપ્રિયા સૂળેએ કહ્યું કે હું સુધાંશુ ત્રિવેદીના પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું, તેઓ જ્યાં ઇચ્છે, જ્યારે ઇચ્છે, ત્યારે કોઈ પણ લાઈવ ચેનલ પર હું તેમની સાથે ત્યાં પણ ચર્ચા કરવા તૈયાર છું. મેં સુધાંશુ ત્રિવેદીના તમામ 5 પ્રશ્નોના જવાબ આપ્યા છે. કોઈ આ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. આ અંગે મેં સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે. આજે સવારે મેં તેમને માનહાનિની નોટિસ મોકલી છે. મેં આ ઓડિયો લીક કેસમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી છે અને એફઆઈઆર નોંધાવી છે.