મધ્ય રેલવેના આ ટર્મિનસની થશે કાયાપલટ, પ્રવાસીઓ માટે રાહતના સમાચાર

મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત ટર્મિનસ લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી)માં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની ક્ષમતા વધારવા માટે મધ્ય રેલવેએ નવા પ્લેટફોર્મ બાંધવાનો નિર્ણય લીધો છે. એલટીટીમાં બે નવા પ્લેટફોર્મ સહિત 4 સ્ટેબલિંગ માર્ગ અર્થાત ટ્રેન ઊભી કરવામાં આવી રહી છે, તેનાથી 24 ડબ્બાની ટ્રેનની સંખ્યા વધારવામાં ફાયદો થશે.
પ્રસ્તાવિત પ્રકલ્પમાં 100 મીટર લાંબા માર્ગ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રકલ્પનું 35 ટકા કામ પૂરું થયું છે. એલટીટીમાં અત્યારે 5 પ્લેટફોર્મ છે, જેમાં 2નો ઉમેરો થતા કુલ 7 થશે. આ પ્રકલ્પનો ખર્ચ 64.10 કરોડ રૂપિયા અપેક્ષિત છે. પ્રકલ્પ 2024 સુધી પૂરો કરવાનું લક્ષ્ય છે. અત્યારે એલટીટીથી દરરોજ 25 મેલ-એક્સપ્રેસ ટ્રેનની અવરજવર થાય છે. રોજ 30થી 35 હજાર પ્રવાસીઓ આવે અને જાય છે. તેમના માટે ટર્મિનસમાં 8 પ્રવેશદ્વાર છે.
હાલમાં એલટીટીમાં મેલ-એક્સપ્રેસ માટે 5 પ્લેટફોર્મ છે. દરેક પ્લેટફોર્મ 10 મીટર પહોળું અને 960 મીટર લાંબો છે. 24 ડબ્બાની ટ્રેનની અવરજવર માટે પ્લેટફોર્મ પૂરક છે. હવે નવા 2 પ્લેટફોર્મ અને 4 સ્ટેબલિંગ માર્ગ તૈયાર કરવાનું કામ ચાલુ છે. એમાં કેટલાક કામ પૂરા થયા છે. પાઈલ ફાઉન્ડેશન સહિત 100 મીટર લાંબી પિટલાઈનનું બાંધકામ પૂરું થયું છે. પિટલાઈનનો ઉપયોગ ટ્રેનના મેઈનટેનન્સ અને રિપેરિંગ માટે કરવામાં આવે છે. એલટીટીમાં બે નવા પ્લેટફોર્મ પૂરા થવાથી 24 ડબ્બાની ટ્રેનની સંખ્યા વધારવામાં મદદ થશે. સ્ટેબલિંગ માર્ગના લીધે યાર્ડમાં વાહનોના જામની સમસ્યાનો ઉકેલ આવશે એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું.
2.25 લાખ લીટર ક્ષમતાની છત પરની પાણીની ટાંકીનું બાંધકામ કરવામાં આવે છે. એમાંથી એક ટાંકીનું કામ પૂરું થયું છે અને બીજીનું કામ ચાલુ છે. 4.5 લાખ લીટર ક્ષમતાની અંડરગ્રાઉન્ડ ટાંકીનું બાંધકામ પૂરું થયું છે. 4 જૂની સ્ટેબલિંગ સાઈડિંગ તોડવાનું કામ, કેન્ટિન ઈમારતનું બાંધકામ અને 1200 સ્કવેર મીટર ગેરેજનું કામ પણ પૂરું થયું છે. પ્રસ્તાવિત નવા પ્લેટફોર્મ નંબર 6 અને 7ના 731 મીટર લાંબા પ્લેટફોર્મમાંથી 602 મીટરનું કામ પૂરું થયું છે. 1200 મીટરમાંથી 729 મીટર પ્લેટફોર્મ ભીંત બાંધવામાં આવી છે. બે નવા પ્લેટફોર્મ પર કવર ઓવર શેડનું કામ ચાલુ છે. 7 હજાર સ્કવેર મીટર ડામરના રસ્તાની જોગવાઈ છે જે તૈયાર કરવાનું કામ ચાલુ છે.
Hariaum namaste
Bombay samachar, cam arrange
Assistant counter for public at terminus
On trial basis see the response common about
Day to day life problem with government
N non government services at all level.
TRUE REFLECTIONS OF SICIETY
MERA BHARAT MAHAN