આમચી મુંબઈસ્પેશિયલ ફિચર્સ

આ Silent Killer મુંબઈગરાના Health માટે છે લાલબત્તી સમાન…

જી હા, આજે અમે અહીં તમારા માટે એક એવી ઈમ્પોર્ટન્ટ અને કામની ઈન્ફોર્મેશન લઈને આવ્યા છીએ કે જેનો સીધેસીધો સંબંધ મુંબઈગરાની હેલ્થ સાથે છે. સતત વધી રહેલાં ધ્વનિ પ્રદૂષણને કારણે મુંબઈગરાના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. એટલું જ નહીં પણ ધ્વનિ પ્રદૂષણની માનવી આરોગ્ય માટે લાંબા સમય માટે નકારાત્મક અસર જોવા મળી શકે છે.

આ વિશે વાત કરતાં મુંબઈની એક જાણીતી હોસ્પિટલના નિષ્ણાતે માહિતી આપતા જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ એ એક સાઈલેન્ટ કિલર છે અને પ્રૌઢ વ્યક્તિ અને બાળકો પર તેની ગંભીર જોવા મળી રહી છે. આની અસર સાંભળવાની શક્તિ, હાર્ટ અને બ્લડ સર્ક્યુલેશન, શ્વસન પ્રક્રિયા, ન્યુરોલોજિકલ અને સાઈકલોજિકલ સિસ્ટમ પર તેની અસર જોવા મળી શકે છે.

સતત વધી રહેલાં ધ્વનિ પ્રદૂષણને કારણે ટેમ્પરરી કે પરમેનન્ટ બહેરાશ, ટિનિટસ, કાનમાં દુઃખાવો કે કાનના પડદાને ઈજા પહોંચી શકે છે. આ સિવાય ધ્વનિ પ્રદૂષણને કારણે હાઈ બ્લડપ્રેશર, હાર્ટબીટ ફાસ્ટ થવા જેવી સમસ્યા પણ જોવા મળી શકે છે. શ્વસન પ્રણાલી પણ તેની વિપરીત અસર જોઈને શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ શરે છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સ્પાઈનલ કોડ પર અસર થઈને માથાનો દુઃખાવો, સ્ટ્રેસમાં વૃદ્ધિ, માઈગ્રેન, અનિંદ્રા, કોન્સન્ટ્રેશનની ઉણપ, સ્મરણશક્તિ પર તેની વિપરીત અસર જોવા મળી શકે છે.

World Health Organization દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડ અનુસાર 65 ડેસિબલ (db)કરતા વધુ અવાજ ધ્વનિ પ્રદૂષણ માનવામાં આવે છે. રસ્તા પરના ટ્રાફિકનો અવાજ સૌથી વધુ હોય છે. કારનું હોર્ન 90 ડેસિબલ હોય છે અને બસ અને રેલવેના હોર્નનો અવાજ 100 ડેસિબલ કરતાં વધુ હોય છે. ડ્રિલિંગ જેવી કન્સ્ટ્રક્શન સાઈટ પર 110 ડેસિબલનો અવાજ પેદા થાય છે.

મુંબઈમાં દર વર્ષે અવાજનું સ્તર એક ડેસિબલ વધે છે અને દિવસે દિવસે શહેર વધુને વધુ ઘોંઘાટિયા થઈ રહ્યા છે. આ વર્ષે સરાસરી આવાજનું સ્તર 78 ડેસિબલનો આંકડો પાર કરી ગયો છે, જ્યારે રેસિડેન્શિયલ એરિયા માટે આ પ્રમાણે 55 ડેસિબસ નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે અવાજનું પ્રદૂષણ મુંબઈ અને મુંબઈગરાના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button