IPL 2024આમચી મુંબઈ

વર્લ્ડકપ ફાઈનલમાં આ વ્યક્તિ સાબિત થશે ટીમ ઈન્ડિયા માટે અનલકી, શું કહે છે ઈતિહાસ?

મુંબઈઃ આઈસીસી વનડે વર્લ્ડકપ-2023ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવવાની છે. દરમિયાન આ મેચ માટે અમ્પાયર અને મેચ રેફરીના નામ સામે આવ્યા છે અને આ નામ સામે આવતાની સાથે જ ભારતીય ક્રિકેટપ્રેમીઓ થોડા ચિંતામાં મૂકાઈ ગયા છે. સામે આવેલા નામોમાંથી એક એનામ એવું છે કે જ્યારે જ્યારે તે ટીમ ઈન્ડિયાની મેચમાં અમ્પાયર બન્યા છે ત્યારે ત્યારે ટીમ ઈન્ડિયા સાથે કંઈક અપ્રિય બન્યું છે.

રવિવારે રમાનારી ફાઈનલ મેચમાં રિચર્ડ ઇલિંગવર્થ (ઈંગ્લેન્ડ) અને રિચર્ડ કેટલબોરો (ઈંગ્લેન્ડ) ફિલ્ડઅમ્પાયર તરીકેની ભૂમિકા ભજવશે. જ્યારે થર્ડ અમ્પાયરિંગની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનના ખભા પર નાખવામાં આવી છે અને એમની સાથે સાથે ક્રિસ ગેફની (ન્યુ ઝીલેન્ડ) ચોથા અમ્પાયર તરીકે રહેશે. મેચ રેફરી તરીકે ઝિમ્બાબ્વેના એન્ડી પાયક્રોફ્ટની પસંદગી કરવામાં આવે છે.

આ બધા નામોમાં ચિંતા કરાવે એવું નામ એટલે ફાઈનલ મેચમાં રિચર્ડ કેટલબોરો. રિચર્ડની અત્યાર સુધીના અનુભવની વાત કરીએ અને છેલ્લી કેટલીક આઇસીસી ઇવેન્ટ્સમાં જ્યારે જ્યારે તેમણે ઈન્ડિયાની મેચ માટે અમ્પાયરિંગ કર્યું છે ત્યારે ત્યારે ટીમ ઇન્ડિયા સાથે કંઈકને કંઈક અપ્રિય ઘટના ચોક્કસ બની છે. આ પહેલાં રિચર્ડ કેટલબરોને 20219ના વર્લ્ડકપની સેમિફાઇનલ અને 2021માં ટી-20 વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં ઓન-ફીલ્ડ અમ્પાયરિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને આ બંને મેચમાં ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે રિચર્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં થર્ડ અમ્પાયરની ભૂમિકા પણ ભજવી હતી. આ સાથે રિચર્ડ કેટલબરો 2014 ટી-20 વર્લ્ડ કપ, 2015 વન-ડે વર્લ્ડ કપ, 2016 ટી-20 વર્લ્ડ કપ, 2016 અને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની નોકઆઉટ મેચમાં પણ ઈન્ડિયન ટીમ માટે અનલકી સાબિત થયા હતા. અહીંયા તમારી જાણ માટે કે 50 વર્ષીય રિચર્ડ કેટલબોરો અમ્પાયર બનતા પહેલા ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. કેટલબોરોએ 33 ફર્સ્ટ-ક્લાસ અને 21 લિસ્ટ-એ મેચોમાં કુલ 1448 રન બનાવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News