Senior Citizenએ આ રીતે કરાવી Indian Railwaysને રૂ.5000 કરોડથી વધુની આવક…, જાણો શું છે આખો મામલો…

મુંબઈઃ Right To Information Act (RTI) હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું હતું કે 2020માં કોરોના કાળમાં સિનીયર સિટીઝનને ટિકિટમાં આપવામાં આવતું કન્શેસન બંધ કરીને રેલવેએ વરિષ્ઠ નાગરિકો પાસેથી 5,800 કરોજ રૂપિયાથી વધુની કમાણી કરી છે. અહીંયા તમારી જાણ માટે 20મી માર્ચ,2020ના કોવિડ-19 મહામારીને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન રેલવેએ વરિષ્ઠ નાગરિકોને ટિકિટભાડામાં આપવામાં આવતી રાહત પાછી ખેંચી લીધી હતી.
કોરોના મહામારી પહેલાં રેલવે દ્વારા મહિલા પ્રવાસીઓને ટિકિટભાડામાં 50 ટકા, પુરુષ અને ટ્રાન્સ જેન્ડર સિનિયર સિટિઝનને 40 ટકાની રાહત આપવામાં આવી હતી. આ કન્સેશન પાછું ખેંચ્યા બાદ વરિષ્ઠ નાગરિકોને અન્ય પ્રવાસીઓ જેટલું જ ભાડું આપવામાં આવતું હતું. રેલવેના નિયમ અનુસાર 60 વર્ષ અને એનાથી વધુ ઉંમરના પુરુષ અને ટ્રાન્સજેન્ડર તેમ જ 58 વર્ષ અને એનાથી વધુ ઉંમરની મહિલાઓનો સમાવેશ સિનિયર સિટીઝનમાં કરવામાં આવે છે.
આરટીઆઈમાં રેલવેએ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતું કન્સેશન પાછું ખેંચ્યા બાદ રેલવેને થયેલી આવકની માહિતી માંગવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે 20મી માર્ચ,2020થી 31મી જાન્યુઆરી, 2024 સુધી રેલવેએ સિનિયર સિટિઝનને આપવામાં આવેલું કન્સેશન પાછું ખેંચીને 5,875 કરોડ રૂપિયાની કમાણી કરાવી હતી.
મહામારીનો સમયગાળો પૂરો થઈ ગયા બાદ વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતું કન્સેશન પાછું આપવામાં આવે એ માટે સંસદના બંને ગૃહમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જોકે, આ મામલે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય રેલવે દરેક પ્રવાસીને 55 ટકાની છૂટ આપે છે.
રેલવે પ્રધાને જાન્યુઆરી મહિનામાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જો કોઈ જગ્યાએ જવા માટે ટ્રેનની ટિકિટની કિંમત 100 રૂપિયા છે તો રેલવે પ્રવાસીઓ પાસેથી 45 રૂપિયા જ લે છે. આ રીતે દરેક પ્રવાસીને 55 ટકાની છૂટ આપવામાં આવે છે.