મહારાષ્ટ્રના આ પૂર્વ મંત્રી હૉસ્પિટલમાં દાખલ
મુંબઇઃ NCP શરદ જૂથના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન નવાબ મલિકની તબિયત અચાનક બગડી છે. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર નવાબ મલિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવાબ મલિક હાલ સ્વાસ્થ્યના કારણોસર જામીન પર જેલની બહાર છે. નવાબ મલિકને મુંબઈના કુર્લાની ક્રિટીકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ જણાવવામાં આવી રહ્યું છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.
નવાબ મલિકની પુત્રી સના મલિકે આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. ક્રિટીકેર હોસ્પિટલની ડૉક્ટરોની ટીમ નવાબ મલિકના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે.
આપણ વાંચો: નવાબ મલિકને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, વચગાળાના જામીન છ મહિના લંબાયા
નવાબ મલિકની 23 ફેબ્રુઆરી 2022ના રોજ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસમાં નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ઘણો સમય જેલમાં રહ્યા બાદ તબીબી કારણોસર તેમને જામીન આપવામાં આવ્યા હતા.