આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘અટલ સેતુ’ પરથી વાહનચાલકોને થઈ રહી છે આ મૂંઝવણ, જાણો શું છે?

મુંબઈઃ હાલમાં જ શરૂ થયેલા ‘અટલ બિહારી વાજપેયી શિવડી-ન્વાશેવા અટલ સેતુ’ પર ટોલ મૂંઝવણ ઊભી થઈ રહી છે. વાહનચાલકો પાસેથી પરત મુસાફરીના ૭૫ રૂપિયા વધુ વસૂલાતા હોવાનું જોવા મળ્યું છે. આવું એક કે બે નહીં, કેટલાય ડ્રાઇવરો સાથે બન્યું છે.

મુંબઈ અને નવી મુંબઈને જોડતા ‘અટલ સેતુ’ના ઉદઘાટનને હજુ માંડ અગિયાર જ દિવસ થયા છે, ત્યાં આ પુલને લગતા વધારાનો ટોલ વસૂલતાની માહિતી સામે આવી છે. બ્રિજ પર એક તરફની મુસાફરી માટે કારને રૂ. ૨૫૦નો ટોલ લાગે છે.
તે જ દિવસે પરત ફરવા માટે રૂ. ૧૨૫ છે. એક ડ્રાઈવરે ૨૦ જાન્યુઆરીની રાત્રે જસઈથી શિવડી ૨૫૦ સુધી મુસાફરી કરી હતી. આ માટે ફાસ્ટેગમાંથી ૨૫૦ રૂપિયાનો રોડ ટેક્સ કાપવામાં આવ્યો છે. એક કલાક પછી વળતરની મુસાફરીનો ચાર્જ ૧૨૫ થવાની ધારણા હતી. પરંતુ વાસ્તવમાં તેના ખાતામાંથી રૂ. ૨૦૦ ટોલ વસૂલ કરવામાં આવ્યા હતા.

અટલ સેતુ પર અત્યાર સુધીમાં અઢી લાખથી વધુ વાહન ચાલકોએ મુસાફરી કરી છે. આમ, જો આ તમામ વધારાના નાણાં કાપવામાં આવે તો કરોડો રૂપિયાનો મોટો ગોટાળો થવાની આશંકા છે. આ પુલનું નિર્માણ એમએમઆરડીએએ દ્વારા કરવામાં આવ્યું છે. ‘એમએમઆરડીએ’ને આ વિશે પૂછાતાં, તેઓએ કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિજ પર ‘ઓપન રોડ ટોલિંગ’ની નવી સિસ્ટમ છે. આ તેના સ્થિરીકરણમાં વિલંબ કરી રહ્યું છે. તેમાંથી વધારાના ટોલ વસૂલાતના કિસ્સાઓ બની શકે છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker