આમચી મુંબઈ

બે દિવસ મધ્ય રેલવે પર પ્રવાસ કરતાં પહેલાં વિચારજો, નહીંતર…

મુંબઈઃ મધ્ય રેલવે પર રેલવે માર્ગ, સિગ્નલ સિસ્ટમ, ઓવરહેડ વાયરનું મેઈન્ટેનન્સ કરવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી શનિવારે અને રવિવાર બ્લોક હાથ ધરવામાં આવશે. મધ્ય રેલવે પર મેઈન લાઈટ અને હાર્બર લાઈન પર શનિવારે નાઈટ બ્લોક અને રવિવારે દિવસે બ્લોક હાથ ધરવામાં આવશે. આ બ્લોકને કારણે આ બંને દિવસ પ્રવાસીઓએ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે હાલાકિ ભોગવવાનો વારો આવશે. આ બ્લોકને કારણે લોકલ ટ્રેનો ખોરવાઈ જશે.

મધ્ય રેલવે પર માટુંગા-ભાયખળા અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર શનિવારે રાતે 12.35 કલાકથી વહેલી સવારે 4.35 કલાકે બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લોકલ અપ-ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. દાદર ખાતે પ્લેટફોર્મ નંબર 3 પર એક્સપ્રેસ ટ્રેનને બે વખત ઊભી રાખવામાં આવશે. ડાઉન મેલ એક્સપ્રેટ માટુંગા અને ભાયખલા વચ્ચે ડાઉન સ્લો લાઈન પર ડાયવર્ટ કરવામાં આવશે. આ એક્સપ્રેસ ટ્રેન દાદરના પ્લેટફોર્મ નંબર વન પર બે વખત હોલ્ટ આપવામાં આવશે.

હાર્બર લાઈનની વાત કરીએ તો હાર્બર લાઈન પર રવિવારે કુર્લા-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11.10 કલાકથી સાંજે 4.10 કલાક સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-પનવેલ-બેલાપુર અને બેલાપુર-સીએસએમટી લોકલ સર્વિસ રદ કરવામાં આવશે. બ્લોકના સમય દરમિયાન સીએસએમટી-કુર્લા વચ્ચે લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. તેમ જ બ્લોકના સમયગાળા દરમિયન થાણે-વાશી, નેરુલ સ્ટેશન પર લોકલ ટ્રેનો ઉપલબ્ધ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…