ગોખલે બ્રિજના કામને કારણે પશ્ચિમ રેલવેની આ ટ્રેનોને થશે અસર
મુંબઈ: અંધેરી ખાતે આવેલા ગોખલે રોડ ઓવર બ્રિજના બાંધકામ માટે પશ્ચિમ રેલવેના માર્ગ પર રવિવાર અને સોમવાર ૧૭-૧૮ ડિસેમ્બર ૨૦૨૩ ના મધરાતે ૧.૪૦ વાગ્યાથી ૪.૦૦ વાગ્યા સુધી અપ અને ડાઉન બંને માર્ગના સ્લો, ફાસ્ટ, હાર્બર સાથે સાથે પાંચમી અને છઠ્ઠી લાઇન પર પણ બોલ્ક રાખવામા આવ્યો છે. બોલ્કને લીધે આ માર્ગ પર દોડતી અનેક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે.
ગોખલે બ્રિજના કામ માટે પશ્ચિમ રેલવેની રાતે ૧૦.૧૮ વાગ્યે રવાનાં થતી વિરાર-અંધેરી, સવારે ૪.૨૫ની અંધેરી-વિરાર, સવારે ૪.૦૫ની બાન્દ્રા બોરીવલી, સવારે ૪.૫૩ની બોરીવલી-ચર્ચગેટ, રાતે ૧૧.૧૫ વાગ્યાની વસઇ રોડ-અંધેરી, સવારે ૪.૪૦ની અંધેરી વિરાર, સવારે ૪.૦૫ વાગ્યાની અંધેરી-ચર્ચગેટ અને રાતે ૧૨.૩૦ વાગ્યાથી ચર્ચગેટ-વિલે પાર્લે આ કુલ આઠ લોકલ ટ્રેનોને રદ કરવામાં આવી છે.
તેમ જ સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવેલી ટ્રેનોમાં ૩.૨૫ વાગ્યે રવાનાં થનારી વિરાર-ચર્ચગેટ ટ્રેનને ૧૫ મિનિટ મોડેથી છોડવામાં આવશે. ત્યારબાદ ૪.૪૫ ની બોરીવલી-ચર્ચગેટ લોકલને ૧૫ મિનિટ અને ૩.૩૫ ની વિરાર-બોરીવલી લોકલ ટ્રેન ૧૦ મિનિટ મોડેથી ઉપડશે, એવી માહિતી રેલવે પ્રશાસન દ્વારા જારી કરવામાં આવી હતી.