આવતી કાલે મુંબઈના આ રેલવે માર્ગ પર રહશે બ્લૉક, લોન્ગ વિકેન્ડ પ્લાન કર્યો હોય તો જાણીલો આ માહિતી
મુંબઈ: મુંબઈના રેલવે માર્ગ પર આવતી કાલે 21 જાન્યુઆરીએ મધ્ય અને હાર્બર માર્ગ પર વિશેષ બ્લૉક હાથ ધરવામાં આવવાનો છે. અયોધ્યામાં 22 તારીખે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠ કાર્યક્રમને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ સોમવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી છે. જેથી લોન્ગ વિકેન્ડને લઈને જો તમે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાના છો તો રેલવે દ્વારા બ્લૉકને લઈને માહિતી જાહેર કરવામાં આવી છે તે જાણી લો.
મુંબઈ ડિવિઝનમાં રેલવેમાં મધ્ય અને હાર્બર માર્ગ પર બ્લૉક લેવામાં આવવાનો છે. આ દરમિયાન માર્ગમાં વિવિધ મેન્ટેનન્સ અને સમારકામ હાથ ધરવામાં આવવાના છે. મુંબઈમાં આજથી કાલાઘોડા જેવા અનેક જુદા જુદા ઈવેનટ્સની શરૂઆત થઈ ગઈ છે. એટલે તમે રેલવેનું આ ટાઈમટેબલ જોઈને જ તમારો પ્લાન બનાવજો.
મુંબઈ રેલવેની મુખ્ય મધ્ય લાઇનમાં સવારે 10.50 વાગ્યાથી લઈને બપોરે 3.46 વાગ્યા સુધી બ્લૉક લેવામાં આવવાનો છે. જેથી આ સમય દરમિયાન મધ્ય રેલવેના મુલુંડથી માટુંગા અપ માર્ગમાં ફાસ્ટ લાઇન પર દોડતી ટ્રેનોને અસર થવાની છે. આ સ્ટેશન વચ્ચે બ્લૉકને લોધે બધી ફાસ્ટ ટ્રેનોને સ્લો લાઇન પર દોડાવવામાં આવશે જેથી ટ્રેનો 15-20 મિનિટ સુધી મોડી પડે એવી માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે.
મધ્ય રેલવેના હાર્બર માર્ગમાં પણ કુર્લા-વાશી અપ અન ડાઉન માર્ગ પર સવારે 11.10 વાગ્યાથી બપોરે 4.10 વાગ્યા સુધી બ્લૉક રાખવામા આવ્યો છે. તેમ જ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી સવારે 10.34થી બપોરે 3.36 વાગ્યા સુધી વાશી, બેલાપુર અને પનવેલ જતી દરેક ટ્રેન સેવાને બંધ રાખવામા આવશે, અને આ સાથે પનવેલ, બેલાપુર અને વાશીથી સવારે 10.16 વાગ્યાથી બપોરે 3.47 વાગ્યા સુધીની સીએસએમટી જતી બધી ટ્રેન સેવાને પણ રદ કરવામાં આવી છે.
આ બ્લૉક દરમિયાન પ્રવાસીઓને સુવિધા પૂરી પાડવા માટે સીએસએમટીથી કુર્લા, પનવેલ અને વાશી વચ્ચે વિશેષ બ્લૉક લેવામાં આવવાનો છે. આ સાથે હાર્બર માર્ગમાં સવારે 10 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી થાણે, વાશી અને નેરૂલ સ્ટેશન પરથી પ્રવાસ કરી શકશે, એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.