આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

શિવાજીપાર્કની સભામાં મોટી ગડબડ થશે… એક ફોન આવ્યો અને આખું તંત્ર દોડતું થઈ ગયું…

મુંબઈઃ ગઈકાલે દાદરમાં આવેલા શિવાજીપાર્ક ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi’s Meeting At Dadar Shivaji Park)માં કોઈ મોટી ગડબડ થતી હોવાની માહિતી આપતો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પરંતુ તપાસમાં કંઈ ના મળતા પોલીસે ફોન કરનારની શોધખોળ હાથ ધરી હતી. આખરે આ ફોન કોલ કરનાર વ્યક્તિની મુંબઈ પોલીસે અંધેરી ખાતેથી ધરપકડ કરી છે.

ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવા બદલ આરોપી સામે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફોન આવ્યા બાદ સ્થાનિક પોલીસની સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ યંત્રણાઓ સતર્ક થઈ ગઈ હતી.


આ પણ વાંચો:
જે લોકો શાંતિ અને સલામતી ઈચ્છે છે, હું તેમને કહું છું…, નરેન્દ્ર મોદી

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીને ઓળખ કન્નપ્પા એસ. સોમસુંદર રેડ્ડી (52) તરીકે કરવામાં આવી છે અને તે અંધેરીનો રહેવાસી છે. શિવાજી પાર્ક ખાતે શુક્રવારે મહાયુતિની સભા યોજાઈ હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. સભા પહેલાં બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ પોલીસ કન્ટ્રોલ રૂમમાં પીએમ મોદીની સભા દરમિયાન મોટી ગડબડ થશે એવી માહિતી આપતો પોન આવ્યો હતો. આ ફોન આવતા જ આખું તંત્ર દોડતું થઈ ગયું હતું.


ફોન આવ્યા બાદ પોલીસે એ નંબર પર વારંવાર ફોન કરવામાં આવ્યો છતાં પણ કોઈ જવાબ મળ્યો નહોતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તમામ એજન્સીને આ ફોનની માહિતી આપીને એલર્ટ રહેવા જણાવ્યું હતું. દરમિયાન પોલીસે ફોન કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી.


આ પણ વાંચો:
સીએએ અંગે જુઠાણાં ફેલાવીને કૉંગ્રેસ અને સપાએ રમખાણો કરાવ્યા: નરેન્દ્ર મોદી

દરમિયાન કન્ટ્રોલ રૂમની એક મહિલા પોલીસે આઝાદ મેદાન પોલીસમાં આ અંગેની ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ કરતાં ફોન કરનાર વ્યક્તિ અંધેરીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ખોટી માહિતી આપીને ભયનું વાતાવરણ નિર્માણ કરવા બદ્દલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ પ્રકરણે વધુ તપાસ કરાઈ રહી હોવાનું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button