આમચી મુંબઈમહારાષ્ટ્ર

પશ્ર્ચિમ ઉપનગરના આ વિસ્તારમાં આવતા અઠવાડિયામાં રહેશે ૧૬ કલાકનો પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અંધેરી પૂર્વમાં બે જગ્યાએ જૂની પાઈપલાઈનને કાઢવાનું અને નવી પાઈપલાઈનને નાખવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ આવતા અઠવાડિયામાં બુધવાર, ૨૯ મેના હાથ ધરાશે અને ગુરુવાર, ૩૦ મે સુધી ચાલશે. તેથી આ સમય દરમિયાન વિલેપાર્લેથી જોગેશ્ર્વરી સુધીના વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે.

‘કે-પૂર્વ’ વોર્ડના અંધેરી-પૂર્વમાં આવેલા બી.ડી.સાવંત માર્ગ અને કાર્ડિનલ ગ્રેસિઅસ માર્ગ જંકશનથી કાર્ડિનલ ગ્રેસિઅસ રોડ અને સહાર રોડ જંકશન પર ૧,૫૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન અને નવી ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન (પાર્લા આઉટલેટ) આ બેન મેઈન પાઈપલાઈનને જોડવાનું અને જૂની જર્જરીત થયેલી ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈન કાઢી નાંખવાનું કામ કરવામાં આવવાનું છે. આ કામ બુધવાર, ૨૯ મે, ૨૦૨૪ના સવારના નવ વાગ્યાથી ગુરુવાર, ૩૦ મે, ૨૦૨૪ના મધરાતના એક વાગ્યા સુધી એટલે કે ૧૬ કલાક ચાલશે.

તેથી આ સમય દરમિયાન વિલેપાર્લેથી લઈને જોગેશ્ર્વરી સુધીના વિસ્તારમાં બુધવારથી ગુરુવાર સુધી સંપૂર્ણ રીતે પાણીપુરવઠો બંધ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી