સંભાળજો મુંબઈગરા! મુંબઈમાં ૨૪ એપ્રિલ સુધી રહેશે આટલા ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં ઈન્સ્પેકશનનું કામ BMCના પાણીપુરવઠા ખાતા દ્વારા હાથ ધરવામાં આવવાનું છે. તેથી ૨૪ એપ્રિલ, ૨૦૨૪ સુધી મુંબઈમાં પાણીપુરવઠામાં પાંચ ટકા કાપ મૂકવામાં આવ્યો છે.
ભાંડુપ કૉમ્પ્લેક્સમાં વોટર ફિલ્ટરેશન (જળશુદ્ધીકરણ કેન્દ્ર) પ્લાન્ટમાંથી મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં પાણીપુરુઠો કરવામાં આવે છે.
ભાંડુપ કૉમ્પ્લેક્સમાં ૧,૯૧૦ મિલિયન લિટર અને ૯૦૦ મિલિયન લિટર પાણી ફિલ્ટર કરનારા બે યુનિટ્સ છે. તેમાંથી ૯૦૦ મિલિયન લિટર ક્ષમતા ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા પ્રતિદિન ૯૯૦ મિલિયન લિટર પાણી પર પ્રક્રિયા કરવામાં આવે છે.
૯૦૦ મિલિયન લિટર ક્ષમતા આ જળશુદ્ધીકરણ કેન્દ્રના સૌથી મોટા ફિલ્ટરેશન પ્લાન્ટની ટાંકીઓની સફાઈ કરવા ચોમાસાં પહેલા ઈન્સ્પેકશનનું કામ હાથ ધરવામાં આવવાનું છે. તેથી ૨૪ એપ્રિલ, ૨૦૨૪ સુધી મુંબઈ મહાનગરપાલિકા તરફથી મુંબઈના પાણીપુરવઠામાં પાંચ ટકાનો પાણીકાપ મૂકવામાં આવ્યો છે. તેથી સમય દરમિયાન નાગરિકોને પાણી સંભાળીને કરકસર કરીને વાપરવાની અપીલ પાલિકા પ્રશાસને કરી છે.