આમચી મુંબઈમહારાષ્ટ્ર

કન્સટ્રકશન સાઈટ પરથી 1.61 કરોડ રૂપિયાના મટીરિયલની ચોરી: ચાર સામે ગુનો

થાણે: નવી મુંબઈના તુર્ભે એમઆઈડીસી પરિસરમાં કંપનીની કન્સટ્રકશન સાઈટ પરથી અંદાજે 1.61 કરોડ રૂપિયાના મટીરિયલની કથિત ચોરી પ્રકરણે પોલીસે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અધિકારીના જણાવ્યા મુજબ ઘટના 19 મેની રાતે બની હતી. આરોપીઓની ઓળખ જે કંપની દ્વારા બાંધકામ ચાલી રહ્યું છે તેના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ મૅનેજર (એડ્મિનિસ્ટ્રેશન) પરાગ સુરેશ સાવંત, શિવા શિંગે, ઈલેક્ટ્રિશિયન રાજકુમાર બેરવા અને ભંગારના વ્યાવસાયિક બબલુ સોનકે તરીકે થઈ હતી.

આ પણ વાંચો: એરપોર્ટ પર દાણચોરીનું રૂ. 19.15 કરોડનું સોનું પકડાયું: બે વિદેશી મહિલાની ધરપકડ

પોલીસ ફરિયાદ અનુસાર સાવંતે લેટરહેડ પર કંપનીના વાઈસ પ્રેસિડેન્ટના બનાવટી હસ્તાક્ષર કર્યા હતા અને બોગસ ગેટ પાસ તૈયાર કર્યો હતો. આ ગેટ પાસને મદદથી ક્ધસ્ટ્રક્શન સાઈટ પરથી મટીરિયલ બહાર લઈ જવાનું સરળ બન્યું હતું, જે બાદમાં ભંગારના વ્યાવસાયિકને વેચવામાં આવ્યું હતું.

વેચી દેવામાં આવેલી વસ્તુઓમાં પંખા, દરવાજા, ઈલેક્ટ્રિકલ ફિટિંગ્સ, ઈનડોર અને આઉટડોર કમ્પ્રેસર્સ, પેનલ્સ, યુપીએસ સેટ્સનો સમાવેશ થાય છે. કંપનીના પ્રતિનિધિએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 381, 467, 468 અને 471 હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…