આમચી મુંબઈમહારાષ્ટ્ર

આ 6 Local Trainને કારણે જ ખોરવાય છે Central Railwayનું ટાઈમટેબલ?

મુંબઈઃ મધ્ય રેલવે પર દરરોજ મોડી પડતી લોકલ ટ્રેનો (Central Railway Local Train Delay)ને કારણેપ પ્રવાસીઓ પરેશાન હોય છે. આ બધા વચ્ચે Home Platform ના હોવા છતાં ઘાટકોપર-સીએસએમટી લોકલ ટ્રેન (Ghatkopar-CSMT Local Train) દોડાવવામાં આવતી હોવાને કારણે પ્રવાસી સંઘઠન દ્વારા રોષની લાગણી વ્યક્ત કરાઈ રહી છે. આ લોકલ ટ્રેનોને કારણે જ મધ્ય રેલવેનું ટાઈમટેબલ ખોરવાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.

મળી રહેલી માહિતી પ્રમાણે ઘાટકોપર-સીએસેમટી અપ-ડાઉન એમ છ લોકલ ટ્રેનો દોડાવવામાં આવે છે, જેને કારણે મધ્ય રેલવેની પંક્ચ્યુઆલિટી પર અસર જોવા મળી રહી છે. ધસારાના સમયે ટ્રેનો મોડી પડતાં ભીડ વધે છે અને એને કારણે અકસ્માત થવાની શક્યતા વધી જાય છે, જેને કારણે નવા ટાઈમટેબલમાં ઘાટકોપર-સીએસએમટી લોકલને થાણે કે ડોંબિવલી સુધી લંબાવવાની માગણી પણ કરાઈ રહી છે.

મધ્ય રેલવેના પ્રવાસીઓ માટે સૌથી મહત્ત્વના એવા કલવા-ઐરોલી લિંકનું કામ છેલ્લાં કેટલાય વર્ષોથી લંબાઈ ગયું છે. કલવા કારશેડ જતી લોકલ ટ્રેનમાં પણ પ્રવાસીઓ ચઢી શકે એ માટે હોમ પ્લેટફોર્મની માગણી કરાઈ રહી છે, પણ પોલીસ દ્વારા એ તરફ દુર્લક્ષ કરાઈ રહ્યું છે. આ સિવાય પણ અનેક રેલવે લાઈનનું કામ રખડી પડ્યું છે, જેને કારણે લોકલ ટ્રેનોની સંખ્યા વધારવામાં મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો: ઉનાળામાં Western Railwayમાં AC Local Trainનો Block Buster Show…

ઘાટકોપર સીએસએમટી લોકલ (Ghatkopar-CSMT Local Train) ચલાવવા માટે 15થી 20 મિનિટ કરતાં વધારે સમય લાગે છે જેને કારણે આ લોકલની પાછળની લોકલ ટ્રેનો ખોરવાઈ જાય છે. છેલ્લાં કેટલાય વર્ષોથી ઘાટકોપર સીએસએમટી લોકલ ટ્રેન દોડાવવામાં આવી છે. પ્રવાસી સંગઠન દ્વારા આ ટ્રેનોને થાણે કે ડોંબિવલી સુધી લંબાવવાની માંગણી કરવામાં આવી રહી છે.

રેલવે પ્રશાસન દ્વારા પ્રવાસી સંઘઠનની માગણી તરફ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું છે. આ લોકલ ટ્રેનોને કારણે લોકલ ટ્રેનના ટાઈમટેબલ પર અસર જોવા મળી રહી છે. ઘાટકોપર ખાતે હોમ પ્લેટફોર્મ ન હોવા છતાં અહીંથી લોકલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેને કારણે મોટરમેન, ટ્રેન મેનેજરને સજ્જ રહેવું પડે છે. સવારના સમયે ઘાટકોપરથી સીએસએમટી અપ-ડાઉન લોકલ ટ્રેન (Ghatkopar-CSMT Local Train)ને કારણે રેલવેનું ટાઈમટેબલ ખોરવાઈ રહ્યું છે, જો આ લોકલ ટ્રેનો આગળ લંબાવવામાં આવે તો ઘાટકોપરની સાથે સાથે અન્ય પ્રવાસીઓને પણ તેનો લાભ મળી શકે છે.

આ છ લોકલ રદ કરવાની કે લંબાવવાની છે માંગણી

સવારે 8.37, 9.09 અને 9.55 કલાકની સીએસએમટી ઘાટકોપર લોકલ

સવારે 9.16, 9.46, 10.35 કલાકથી ઘાટકોપર-સીએસએમટીલોકલ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર