આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઇને લોહીલુહાણ કરનારો આતંકી ખતમ

ચીમા 26/11 હુમલા અને 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટમાં સામેલ હતો

નવી દિલ્હી: દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી હુમલામાંના એક એવા 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાંખોરમાંનો એક એવો આઝમ ચીમા પાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો છે.

70 વર્ષનો ચીમા પાકિસ્તાનના ફૈસલાબાદમાં હાર્ટ અકેટના કારણે મૃત્યુ પામ્યો હોવાના અહેવાલ મળ્યા છે. ફૈસલાબાદના મલખાનવાલામાં તેની અંત્યેષ્ઠી યોજવામાં આવી હતી.

ચીમા 2008માં થયેલા મુંબઈ આતંકી હુમલા ઉપરાંત 2006માં ટ્રેનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં પણ સામેલ હતો. લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર ચીમા ઉપર અમેરિકાએ પણ પોતાની નજર રાખેલી હતી.

હજી ગયા વર્ષે જ લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર અજાણ્યા હત્યારાઓના હાથે હણાયો હતો ત્યારે ચીમાના મૃત્યુના સમાચારના કારણે લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓમાં નેતૃત્વનો પ્રશ્ર્ન ઊભો થયો હોવાના અહેવાલ પણ મળ્યા છે.

પાકિસ્તાનના ખૈબર-પખ્તુન્વામાં નવેમ્બર મહિનામાં અજાણ્યા શખસોએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર મોહમ્મદ રિયાઝની પણ અજાણ્યા શખસોએ ગોળી મારીને હત્યા કરી હતી. રિયાઝ ઉપરાંત અન્ય અનેક આતંકવાદીઓની પાકિસ્તાનમાં અજાણ્યા શખસો દ્વારા હત્યા કરવામાં આવી હતી. પાકિસ્તાની પ્રશાસન દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીઓનો હાથ આ હત્યાઓ પાછળ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button